આજના સમયમાં વોટ્સએપ એ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. આ એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ દ્વારા રવિવારે એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી અને કંપનીએ મે મહિના દરમિયાન ભારતમાં 6.5 મિલિયન એટલે કે આશરે 65 લાખથી વધુ એકાઉન્ટ્સ સામે પગલાં લઈને બેન કરી દીધા છે.
મળી રહેલી માહિતી અનુસાર આ કાર્યવાહી નવા IT નિયમો 2021 અનુસાર કરવામાં આવી છે. રિપોર્ટમાં આગળ એવું પણ જણાવવામાં આવ્યું હતું કે કુલ બેન એકાઉન્ટ્સમાંથી 2.42 મિલિયન એકાઉન્ટ પર દેશમાંથી કોઈ પણ યુઝરને રિપોર્ટ્સ પ્રાપ્ત થાય તે પહેલા જ બેન કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત રિપોર્ટમાં આગળ એવું પણ જણાવવામાં આવ્યું હતું કે એપ્રિલ મહિનામાં, ભારતમાં 500 મિલિયનથી વધુ યુઝર બેઝ ધરાવતા મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppએ 7.4 મિલિયનથી વધુ બેન એકાઉન્ટ્સની એક યાદી બનાવી છે. મે મહિનામાં, પ્લેટફોર્મને “પ્રતિબંધ અપીલ” સહિતની ફરિયાદો સંબંધિત 3,912 અહેવાલો પ્રાપ્ત થયા હતા અને તેમાંથી 297 કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું અને યોગ્ય પગલાં લેવામાં આવ્યા હતા.WhatsAppએ નવા IT નિયમ હેઠળ યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ એકાઉન્ટ્સ બેન કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે IT એક્ટ, 2021 હેઠળ 50 લાખથી વધુ યૂઝર્સ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને દર મહિને IT મંત્રાલયને યૂઝર સેફ્ટી રિપોર્ટ સબમિટ કરવો પડે છે.કંપનીના દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, યુઝર પ્રોટેક્શન પરનો આ રિપોર્ટ યુઝરને મળેલી ફરિયાદો, વોટ્સએપ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી અને તેમના પ્લેટફોર્મ પરના દુરુપયોગને દૂર કરવા માટે પ્લેટફોર્મ દ્વારા લાગુ કરાયેલા સક્રિય પગલાંની માહિતી પ્રદાન કરે છે.આ આખી પ્રક્રિયા વિશે વિસ્તારથી વાત કરવાની થાય તો આ અંગે વોટ્સએપે એવું જણાવ્યું હતું કે અમે તમામ ફરિયાદો પર કાર્યવાહી કરીએ છીએ. ફરિયાદના આધારે, એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવે છે અથવા અગાઉ પ્રતિબંધિત એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવામાં આવે છે.નવા આઇટી નિયમ મુજબ, 5 મિલિયનથી વધુ યુઝર્સ ધરાવતા સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મને દર મહિને અનુપાલન અહેવાલો જાહેર કરવા પડશે. એટલું જ નહીં પણ આ રિપોર્ટમાં તેમને મળેલી ફરિયાદો અને તેના પર કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી પણ આપવી પડશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500