તેલના ભાવમાં વધારો કરાયા પછી લોકોને ખુશ કરવા માંડ માંડ રુપિયા ઘટાડાયા છે. સીંગતેલના ભાવો 15 દિવસમાં 180 રુપિયા વધારીને ઐતિહાસિક સપાટીએ વધીને ડબ્બે 3000 કરવામાં આવ્યા હતા ત્યારે માંડ હવે 40 ઘટાડવામાં આવ્યા છે. ગૃહીણીઓનું બજેટ આટલું વધારીને માંડ માંડ ઘટાડો કરવામાં આવ્યો છે.
26 ઓગસ્ટના રોજ સિંગ તેલના ભાવમાં 70 રૂપિયાનો વધારો થયો હતો.જેની સાથે તેલના ભાવ ઉંચકાઈને 3000 પહોંચ્યા હતા.મોંઘવારીના સમયમાં ગૃહિણીઓ અને મધ્યમ વર્ગ પર ભાર વધી રહ્યો છે. ત્યારે સીંગતેલનો નવો ડબ્બો રૂપિયા 2,855થી 2,905માં વેચાઈ રહ્યો છે જ્યારે કપાસીયા તેલના નવા ડબ્બાનો ભાવ રૂપીયા 2,450થી 2,500માં વેચાયા છે.અગાઉ સીંગતેલની અંદર વધારાનો ડોઝ યથાવત રહેતા લોકોની મુશ્કેલીઓ વધતા, એડિબલ ઓઈલ એસો.ના પ્રમુખે પીએમને પણ આ મામલે પત્ર લખ્યો હતો. ત્યારે માંડ 40 રુપિયા જ ભાવમાં ઘટાડો થયો છે.
આ કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી વધ્યા ભાવો
માર્કેટમાં મગફળીની આવક બંધ થઈ રહી છે.સરકાર ઉંચા ભાવે મગફળી આપી રહી છે. ઉંચા ભાવ હોવા છતા સિંગતેલની માંગ વધુ છે. મિલો બંધ હોવાથી સિંગતેલના ભાવ પર અસર થઈ રહી છે.15 દિવસ બાદ ઘટાડો થાય તેવી શક્યતાઓ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500