દિલ્હી વિધાનસભાએ સોમવારે ધારાસભ્યોના વેતન અને ભથ્થાને બમણું કરતું એક બિલ પાસ કર્યું. આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી દિલ્હી સરકારે કહ્યું કે દિલ્હીના ધારાસભ્યોનું વેતન દેશભરમાં સૌથી ઓછું છે. ગત વખતે જ્યારે દિલ્હીના ધારાસભ્યોના પગાર વધારવાનું બિલ વિધાનસભામાં રજૂ કરાયું તો તેની ખુબ ટીકા થઈ હતી. દિલ્હી સરકારના કાનૂન,ન્યાય અને કાનૂની મામલાના મંત્રી કૈલાશ ગહેલોતે મંત્રીઓ, વિધાયકો, સ્પીકર, ડેપ્યુટી સ્પીકર, વિપક્ષના નેતા અને મુખ્ય સચેતકના વેતનમાં વધારા માટે બિલ રજૂ કર્યું.
દિલ્હીમાં એક વિધાયકને હાલ વેતન અને ભથ્થા તરીકે પ્રતિ માસ 54,000 રૂપિયા મળે છે. જેને હવે વધારા બાદ 90,000 રૂપિયા કરવામાં આવશે. સંશોધિત વેતન અને ભથ્થા બ્રેકઅપમાં બેસિક સેલરી-30,000 રૂપિયા, મતવિસ્તાર ભથ્થું- 25,000 રૂપિયા, સચિવીય ભથ્થું- 15,000 રૂપિયા, ટેલિફોન ભથ્થું- 10,000 રૂપિયા, ટ્રાન્સપોર્ટ અલાઉન્સ 10,000 રૂપિયા સામેલ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મે મહિનામાં દિલ્હી સરકારને વિધાયકોના વેતન અને ભથ્થામાં સંશોધન માટે દિલ્હી વિધાનસભામાં બિલ રજૂ કરવા માટે પોતાની પૂર્વ સ્વિકૃતિથી અવગત કરાવ્યા હતા. દર મહિને સેલરી ઉપરાંત વિધાયકને પોતાના વિસ્તારના વિકાસ માટે રકમ આપવામાં આવે છે. જે દર વર્ષે 1 કરોડ રૂપિયાથી લઈને 8 કરોડ રૂપિયા સુધીની હોય છે.
આમ આદમી પાર્ટી તરફથી સોમવારે એક ટ્વીટ પણ કરાઈ છે
દિલ્હી સરકારનો દાવો છે કે,દિલ્હીના વિધાયકોનો પગાર દેશમાં સૌથી ઓછો છે. આમ આદમી પાર્ટી તરફથી સોમવારે એક ટ્વીટ પણ કરાઈ છે જેમાં દેશના અલગ અલગ રાજ્યોના વિધાયકોનો પગાર જણાવવામાં આવ્યો છે. ટ્વીટ મુજબ સૌથી વધુ પગાર તેલંગણાના વિધાયકોનો છે.વેતન અને ભથ્થા મળીને તેમને પ્રતિ માસ 2.50 લાખ રૂપિયા મળે છે.
કયા રાજ્યમાં વિધાયકોનો કેટલો છે પગાર (વેતન+ભથ્થું)
- તેલંગણા- 2.5 લાખ રૂપિયા
- મહારાષ્ટ્ર- 2.32 લાખ રૂપિયા
- કર્ણાટક- 2.05 લાખ રૂપિયા
- ઉત્તર પ્રદેશ- 1.87 લાખ રૂપિયા
- ઉત્તરાખંડ- 1.60 લાખ રૂપિયા
- આંધ્ર પ્રદેશ- 1.30 લાખ રૂપિયા
- હિમાચલ પ્રદેશ- 1.25 લાખ રૂપિયા
- રાજસ્થાન- 1.25 લાખ રૂપિયા
- ગોવા- 1.17 લાખ રૂપિયા
- હરિયાણા- 1.15 લાખ રૂપિયા
- પંજાબ- 1.14 લાખ રૂપિયા
- બિહાર- 1.14 લાખ રૂપિયા
- પશ્ચિમ બંગાળ- 1.13 લાખ રૂપિયા
- ઝારખંડ- 1.11 લાખ રૂપિયા
- મધ્ય પ્રદેશ- 1.10 લાખ રૂપિયા
- છત્તીસગઢ- 1.10 લાખ રૂપિયા
- તમિલનાડુ- 1.05 લાખ રૂપિયા
- સિક્કિમ- 86,500 રૂપિયા
- કેરળ- 70 હજાર રૂપિયા
- ગુજરાત- 65 હજાર રૂપિયા
- ઓડિશા 62 હજાર રૂપિયા
- મેઘાલય- 59 હજાર રૂપિયા
- પુડ્ડુચેરી- 50 હજાર રૂપિયા
- અરુણાચલ પ્રદેશ- 49 હજાર રૂપિયા
- મિઝોરમ- 47 હજાર રૂપિયા
- અસમ- 42 હજાર રૂપિયા
- મણિપુર- 37 હજાર રૂપિયા
- નાગાલેન્ડ- 36 હજાર રૂપિયા
- ત્રિપુરા- 34 હજાર રૂપિયા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500