Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીનું શું છે કમજોર પાસું, શું છે તાકાત, વિગતવાર જાણો

  • November 05, 2022 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. ત્યારે અમિત શાહ ભાજપની ચૂંટણી પર તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે. તમામ કેન્દ્રી નેતૃત્વની સિધી નજર છે. જો કે,શાહને ભાજપના મુખ્ય રણનીતિકાર પણ કહેવામાં આવે છે. ભાજપ તરફી એક્ઝિટ પોલ આવવાની શક્યતા છે પરંતુ ક્યારેક આ ગણિત ઉલટું પડી શકે છે. ભારતીય જનતા પાર્ટી માટે આ વખતે કોંગ્રેસની સાથે સાથે આપ પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. તેના વચનો ભાજપ માટે ભારે પણ પડી શકે છે. આ ઉપરાંત ભાજપ માટે સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દર વખતે ગુજરાતમાં ફળી રહી છે.


ગુજરાતમાં ભાજપની આ મજબૂતાઈ- 

- બીજેપી માટે વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા- અનામતને લઈને થયેલા આંદોલનને કારણે ભાજપને 2017ની ચૂંટણીમાં પાટીદાર સમાજના રોષનો સામનો કરવો પડ્યો હતો,તેથી હવે તે પાટીદારો સુધી પહોંચવાનું આયોજન પણ બીજેપી કરી રહી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવા અને અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને લાવવાનો નિર્ણય પાર્ટીની તરફેણમાં કામ કરી શકે છે.- ભાજપનું ગુજરાત એકમ બૂથ સ્તર સુધી મજબૂત સંગઠનાત્મક માળખું ધરાવે છે. - શાસક ભાજપ ડબલ એન્જિન ને કારણે હિન્દુત્વ, વિકાસ અને ઝડપી પ્રગતિના મુદ્દાઓ પર આધાર રાખે છે.




ગુજરાતમાં ભાજપ માટે આ પણ છે કમજોરી

- ભાજપ પાસે એક મજબૂત સ્થાનિક નેતાનો અભાવ છે, જે વડાપ્રધાન મોદીની જગ્યા ભરી શકે. 2014થી મોદી વડાપ્રધાન બન્યા પછી વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાતમાં ત્રણ મુખ્યમંત્રીઓ અત્યાર સુધી બન્યા છે. મોદી 12 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. - AAP અને કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરવા ઉપરાંત, ભાજપને મોંઘવારી, બેરોજગારી અને આર્થિક સંકટ જેવા મુદ્દાઓ પર પણ જનતાનો સામનો કરવો પડી શકે છે. - AAPના આક્રમક અભિયાને રાજ્યની શિક્ષણ પ્રણાલી અને આરોગ્ય માળખામાં છીંડા શોધવાનો પ્રયાસ કરતી બીજેપી પણ નજરે પડી છે.- શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જે કામગિરી થવી જોઈએ તેની સવાલ ઉભા આપે કર્યા છે જેથી લોકોની આશા વધી છે.



ભાજપને આ પણ છે ફાયદો

-આ વખતે ગત વખતની જેમ અનામત આંદોલન જેવો નથી વિરોધ- દેશમાં વિપક્ષના નબળા પડવાથી ભાજપને સતત સાત વિધાનસભા ચૂંટણી જીતવાની તક મળી શકે છે .- મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પ્રચારમાંથી ગાયબ દેખાઈ રહી છે અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે.- જો ભાજપ ગુજરાતની 182-સભ્યોની વિધાનસભામાં AAPને પાંચથી ઓછી બેઠકો પર કબજે કરવામાં સફળ થાય છે,તો તેની પાસે રાષ્ટ્રીય સ્તરે મુખ્ય હરીફ તરીકે ઉભરી આવવાની અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટીની મહત્વાકાંક્ષાઓને મર્યાદિત કરવાની તક હશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application