Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં ભારત સરકાર લખેલી સ્કોર્પિયો ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવ્યા બાદ આઈઓસીએલ કંપનીએ શું ખુલાસો આપ્યો ?? વિગત જાણો

  • August 20, 2021 

સોનગઢના અલીફનગર ટેકરા પાસેથી ગત તા.૧૩મી ઓગસ્ટ નારોજ બિનવારસી હાલતમાં મળેલી સ્કોર્પિયો ગાડીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ ગાડીના આગળ અને પાછળના ભાગે ભારત સરકાર (GOVT OF INDIA (U/T)) લખેલુ હતું. જેને પગલે પંથકમાં ભારે ચકચાર મચી છે. જોકે આ મામલે આજરોજ આઈઓસીએલ કંપનીના સંચાલકો ખુલાશો આપતા કહ્યું છેકે, કોન્ટ્રાક્ટર અથવા વાહન ચાલક દ્વારા કરવામાં આવતી કોઇપણ પ્રવૃત્તિ માટે આઈઓસીએલ જવાબદાર નથી.

 

 

 

 

શું હતી સમગ્ર ઘટના ??

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો ગત તા.૧૩મી ઓગસ્ટ,ગુરુવારે નાઈટ રાઉન્ડમાં હતા તે દરમિયાન સોનગઢ પારેખ ફળીયા તરફ એક સફેદ કલરની ફોર વ્હિલ ગાડીનો ચાલક પોલીસને આવતા જોઈ પોતાના કબ્જા ની ફોર વ્હિલ ગાડી ભગાડી લઈ જતા તેની ઉપર કોઇ ગુનાહીત પ્રવૃતિ અંગે શક જતા પોલીસે તેનો પીછો કર્યો હતો. જોકે ફોર વ્હિલ ગાડીના ચાલકે હાથી ફળીયા ડી.જી.વી.સી.એલ ઓફીસની સામેની ગલીમાં ટેકરા ઉપર લઈ જતા પોલીસે પીછો કરવાનું ચાલુ જ રાખ્યું હતું. દરમિયાન અન્ય પોલીસકર્મીઓને પણ જાણ કરી સામે અલીફ નગર તરફ આવવા જણાવ્યું હતું.

 

 

 

 

 

પોલીસે ૫૦,૪૦૦/- નો ઈંગ્લીશદારૂ, ૮ લાખની સ્કોર્પિયો ગાડી મળી કુલ રૂપિયા ૮,૫૦,૪૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો જેની હાલ તપાસ ચાલુ છે.

જોકે ફોર વ્હિલ ગાડીના ચાલકે પોતાના કબ્બાની ફોર વ્હિલ ગાડી અલીફનગર ટેકરા ઉપર સાકડી ગલીમાં સીંગાભાઇ વસાવાના ઘર પાસે ઉભી રાખી ચાલક ફરાર થઇ ગયો હતો. સ્થળ ઉપર પહોંચેલી પોલીસે સ્કોર્પિયો ગાડી નંબર જીજે/૧૨/બીડબ્લ્યુ/૫૦૬૫ માં તપાસ કરતા ગાડીમાંથી વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની દારૂની તથા ટીન બિયરની બાટલીઓ મળી કુલ્લ નંગ-૯૮૪ જેની કિંમત રૂપિયા કિ.રૂ.૫૦,૪૦૦/નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ૫૦,૪૦૦/- નો ઈંગ્લીશદારૂ, ૮ લાખની સ્કોર્પિયો ગાડી મળી કુલ રૂપિયા ૮,૫૦,૪૦૦/- નો મુદ્દામાલ કબજે ફરાર ગાડીના ચાલકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

 

 

 

 

 

આઈઓસીએલ કંપનીએ શું ખુલાસો આપ્યો ??

કોન્ટ્રાકટર અથવા વાહન ચાલક દ્વારા કરવામાં આવતી કોઈપણ પ્રવૃત્તિ માટે આઈઓસીએલ જવાબદાર નથી.સોનગઢ પોલીસની ટીમ દ્વારા તા.૧૩/૦૮/૨૦૨૧ ના રોજ ૦૧.૩૦ કલાકે દારૂની બોટલો ભરેલું વાહન જપ્ત કરવામાં આવ્યું હતું. ઉક્ત અહેવાલ સંદર્ભે સ્પષ્ટતા કરવામાં આવે છે કે, વાહન કોન્ટ્રાકટર દ્વારા સંચાલિત કરવામાં આવ્યું હતું. જપ્તી સમયે વાહન આઈઓસીએલ માટે કોઈ સેવામાં ન હતું. કોન્ટ્રાકટર અથવા વાહન ચાલક દ્વારા કરવામાં આવતી કોઈપણ પ્રવૃત્તિ માટે આઈઓસીએલ જવાબદાર નથી એમ ઉપ મહાપ્રબંધક (બાંધકામ) ભાગવત કિશોર,ઇંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ,પશ્ચિમી ક્ષેત્ર પાઈપલાઈન્સ,કે.એ.એસ.પી.એલ. આઈપીએસ, સોનગઢ દ્વારા જણાવાયું છે. (

 

તસ્વીરમાં આપ જોઈ શકો છો,સ્કોર્પિયો ગાડીના આગળના અને પાછળના ભાગે લખવામાં આવેલ ભારત સરકાર (GOVT OF INDIA (U/T)) 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application