પશ્ચિમબંગાળનાં જલપાઈગુડી જિલ્લામાં દુર્ગા પૂજા વિસર્જન દરમિયાન નદીનાં જળસ્તરમાં અચાનક જ વધારો થઈ ગયો હતો. જોકે બુધવારે જલપાઈગુડી જિલ્લાનાં માલબાજાર વિસ્તારમાં આવેલી માલ નદીમાં માતા દુર્ગાની પ્રતિમાના વિસર્જન વખતે આ દુર્ઘટના બની હતી જેમાં 8 લોકોનાં મોત થયા છે. તે સિવાય અન્ય 40-50 લોકો પણ પાણીમાં તણાયા હતા. માતા દુર્ગાની પ્રતિમાના વિસર્જન માટે મોટી સંખ્યામાં લોકો માલ નદીમાં ઉતર્યા હતા.
તે સમયે જળસ્તરમાં અચાનક વધારો થવાના કારણે લોકો પાણીમાં ફસાઈ ગયા હતા. દુર્ઘટના બાદ NDRFની ટીમે ત્યાં પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી છે. જોકે આ ઘટના અચાનક પાણીનું સ્તર વધવાના કારણે થઈ હતી જેમાં તેજ લહેરો ઉઠવા લાગી હતી કે, લોકો તેમાં ફસાઈને તણાવા લાગ્યા હતા. ત્યારબાદ ઘટના સ્થળે બૂમરાણ મચી ગઈ હતી.
જયારે આ ઘટના બની ત્યારે આશરે 09:00 કલાકે આ દુર્ઘટના બની હતી. જલપાઈગુડીનાં જિલ્લાધિકારીએ 8 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હોવાની અને અન્ય 50 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા હોવાની માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જલપાઈગુડી ખાતે દુર્ગા પૂજાના ઉત્સવ દરમિયાન બનેલી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500