પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીના જાહેર થયેલા પરિણામો અનુસાર તૃણમૂલ કોંગ્રેસ (TMC) રાજ્યમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહી છે.બે વર્ષ પહેલા ટીએમસીએ સતત ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતી હતી. રાતભર ચાલેલી ગણતરી બાળ રાજ્ય ચૂંટણી પંચ (SEC) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ TMCએ અજેય લીડ મેળવી લીધી છે.
SEC અનુસાર,બુધવારે સવારે 8 વાગ્યા સુધી TMCએ 34,359 ગ્રામ પંચાયત સીટો જીતી છે અને 752 સીટો પર આગળ ચાલી રહી છે. તે જ સમયે, TMCની નજીકની હરીફ ભાજપે 9,545 બેઠકો જીતી છે અને 180 બેઠકો પર આગળ છે.રાજ્યમાં કુલ 63,229 ગ્રામ પંચાયત બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. CPI(M) એ 2,885 સીટો જીતી છે અને 96 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસે 2,498 સીટો જીતી છે અને 72 સીટો પર આગળ ચાલી રહી છે.
મતગણતરી એકંદરે શાંતિપૂર્ણ રહી હતી પરંતુ ભાંગરમાં બોમ્બ ફેંકવા સહિતની છૂટાછવાયા બનાવોને કારણે મતગણતરીની પ્રક્રિયા પર અસર થઈ હતી. મંગળવારે રાત્રે કેન્દ્રીય દળો અને રાજ્ય પોલીસ દ્વારા બેકાબૂ ટોળા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના પરિણામે ભારતીય સેક્યુલર ફ્રન્ટ (ISF) સમર્થકો અને IPS અધિકારી સહિત પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયેલા મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ મંગળવારે રાત્રે પંચાયત ચૂંટણીમાં TMCની શાનદાર જીત માટે પશ્ચિમ બંગાળના લોકોનો આભાર માન્યો હતો. મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “ગ્રામીણ બંગાળમાં દરેક જગ્યાએ ટીએમસી છવાયેલી છે. તૃણમૂલ કોંગ્રેસ પ્રત્યેના પ્રેમ, સ્નેહ અને સમર્થન માટે હું લોકોનો આભાર માનું છું. આ ચૂંટણીએ સાબિત કર્યું છે કે રાજ્યના લોકોના દિલમાં માત્ર TMC જ વસે છે.”
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500