પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એકવાર ચૂંટણી પ્રચાર ના પ્રવાસ દરમિયાન ઘાયલ થયા છે. લોકસભાના ચૂંટણી પ્રચાર માટે પશ્ચિમ બંગાળના દુર્ગાપુરથી આસનસોલ જઈ રહ્યા હતા ત્યારે હેલીકોપ્ટરમાં ચઢતા સમયે પગ લપસી જવાથી પગમાં ઈજા થઇ હતી. આ પહેલા પણ તેમને ઘરમાં પડી જવાથી માથાના ભાગે ઈજા પહોંચી હતી. આ સમયે તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને ત્યાં હાજર રહેલા સુરક્ષાકર્મીએ જ મદદ કરી હતી.
આ પહેલીવાર નથી જ્યારે મમતા આ પહેલા પણ ઘણી વખત ઈજાગ્રસ્ત થઈ છે. તાજેતરમાં જ મમતાને તેના ઘરે ઈજા થઈ હતી. કેમ્પસમાં ચાલતી વખતે તે પડી ગઈ હતી, જેના કારણે માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે SSKM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને ટાંકા પણ આપવામાં આવ્યા. આ વર્ષની શરૂઆતમાં પણ તેઓ એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. તેઓ એક સરકારી કાર્યક્રમ પૂર્ણ કરી પરત ફરતા હતા ત્યારે ઝાકળનાં કારણે તેના ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી. આ પહેલા પણ વિધાનસભા ચૂંટણીનાં પ્રચાર દરમિયાન તેને ઈજાઓ પહોંચી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application