Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામાં વાતાવરણમાં બદલાવ : સાપુતારા-આહવા સહિત આજુબાજુનાં વિસ્તારમાં અમી છાંટણા

  • December 13, 2022 

ડાંગ જિલ્લાનાં વાતાવરણમાં એકાએક પલટો આવતાં છૂટાછવાયા વિસ્તારોમાં અમી છાંટણા થતાં ઠંડીનો ચમકારા સાથે ખરીફ પાકની નુકસાની થવાની શકયતા સાથે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અચાનક વાતાવરણ બદલાતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ જતાં છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી માવઠું થતાં સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જતા ઠંડીનો ચમકારો વધ્યો હતો. જોકે સવારથી આકાશમાં વાદળો ઘેરાઈ જવા સાથે સમગ્ર પંથકમાં વરસાદી વાતાવરણ થયું હતું. તો સાપુતારા-આહવા સહિત આજુ બાજુનાં વિસ્તારમાં અમી છાંટણા થયા હતા.




જ્યારે કમોસમી માવઠાને પગલે શિયાળુ પાક ડુંગળીનું તરુ તેમજ વેલાવાળા શાકભાજી, સ્ટ્રોબેરીની ખેતી કરતાં ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સાથે ચિંતાના વાદળો ઘેરાયા હતા. જોકે ગિરિમથક સાપુતારા ખાતે ઠંડાગાર માહોલ વચ્ચે આહલાદક વાતાવરણ સર્જાતા પ્રવાસીઓનો આનંદ બેવડાયો હતો. કમોસમી માવઠાને પગલે ઠંડીનો ચમકારો વધતાં લોકોને શરદી-ખાંસીના વાયરલ ફીવરનો સામનો કરવાની નોબત ઉભી થવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application