Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જિલ્લા કૃષિ હવામાન એકમ દ્વારા હવામાનની આગાહી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

  • November 17, 2021 

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત હેઠળ કાર્યરત જિલ્લા કૃષિ હવામાન એકમ દ્વારા સુરત જિલ્લા માટે મધ્યમ ગાળાની હવામાનની આગાહી તેમજ જિલ્લાના ખેડૂતો માટે હવામાન સંબંધી અગત્યની ચેતવણી આપવામાં આવી છે.

 





ભારત મૌસમ વિભાગ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ હાલમાં ''લો પ્રેશર'' સિસ્ટમ કર્ણાટકના દરિયા કાંઠાથી મધ્યસ્થ-પૂર્વીય અરબી સમુદ્ર ઉપર સ્થિત છે જે આગામી ર દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધવાની પૂરેપુરી સંભાવના છે. આ ''લો પ્રેશર'' સિસ્ટમ વધુ સક્રિય થવાની શકયતા ઘણી ઓછી છે પરતું, આ સિસ્ટમ અસર હેઠળ સુરત જીલ્લામાં માંડવી સિવાયના તમામ તાલુકાઓમાં તારીખ ૧૮ થી ૨૦ નવેમ્બર ૨૦૨૧ દરમ્યાન છૂટી-છવાઈ જગ્યાઓ પર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આગામી પ દિવસ દરમિયાન હવામાં સરેરાશ ભેજના પ્રમાણ તેમજ મહત્તમ અને લઘૃત્તમ તાપમાન પાછલા દિવસોની સરખામણીમાં વધુ રહેવાની શક્યતા છે. જ્યારે પવનની ઝડપમાં કોઈ મહત્વપૂર્ણ ફેરફાર નથી. આગામી આ દિવસોમાં આવનાર સંભવિત વરસાદને ધ્યાનમાં લઈ ખેડૂત મિત્રોને ડાંગર તેમજ અન્ય પાકો જે કાપણી અવસ્થાએ હોય તેને મુલ્તવી રાખવાની તથા અગાઉના દિવસોમાં કાપણી કરેલ હોય તો તે પાકને વ્યવસ્થિત સંગ્રહ કરી લેવાની સલાહ આપવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application