Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભવિષ્યમાં લોકોને ડ્રોનમાં મુસાફરી કરતા જોઇશું : કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી

  • January 14, 2024 

દેશને શાનદાર હાઇવે અને એક્સપ્રેસ વે આપનારા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ હવે જનતાને નવું સપનું બતાવ્યું છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી ગડકરી મિહાન એસઈજેડમાં એએઆર ઇન્ડમારના એરક્રાફ્ટના મેન્ટેન્સ, રિપેયર અને ઓવરહોલ (MRO) ડિપોનું ઉદ્ધાટન કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં ગડકરીએ કહ્યું કે, ભવિષ્યમાં લોકોને ડ્રોનમાં મુસાફરી કરતા જોઇશું. ડ્રોન સેક્ટરનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. બાયો એવિએશન ફ્યુલ પણ માર્કેટમાં આવી શકે છે.


અહેવાલ અનુસાર, નિતિન ગડકરીએ કહ્યું કે આવનારા સમયમાં ડ્રોનનો મોટાપાયે વિકાસ થશે. ડ્રોનમાં ચાર લોકો શહેરથી એરપોર્ટ સુધી સફર કરી શકશે.અહીં પર તેમણે પોતાની શુગર ફેક્ટરીમાં બાય એવિએશન ફ્યુલને લઇને ચાલતા ઉપયોગ વિશે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અમે તુટેલા ચોખાને બાયો એવિએશન ફ્યુલ બનાવવા વિશે વિચારી રહ્યા છીએ. આ ખેડૂતો માટે મોટી સમસ્યા છે. જો આ પ્રયોગમાં સફળતા મળે છે તો તે ન માત્ર એવિએશન ઇન્ડસ્ટ્રી પરંતુ ખેડૂતોને પણ ખૂબ જ સારો ફાયદો થશે.


તેમણે 2026 સુધી બાયો એવિએશન ફ્યુલને એટીએફમાં જરૂરી રૂપે મળીને ભાર આપ્યો. તેમણે ચોખાના ભૂસાથી ઇથેનોલ બનાવવાના ઇન્ડિયન ઓઇલના પ્રયાસોના વખાણ પણ કર્યા.નિતિન ગડકરીને એમઆરઓ સેક્ટરનો પણ ઝડપથી વિકાસ થવાની આશા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ડ્રોન મેન્ટેન્સ સેક્ટરનો વિકાસ પણ ઝડપથી થશે. તેમણે આને ભવિષ્યની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ગણાવી. સાથે જ તેમણે જણાવ્યું કે રિલાયન્સ અને ફ્રાંસની કંપની ડસાલ્ટની વચ્ચે જૉઇન્ટ વેન્ચરની પ્રગતિ સાચી દિશામાં થઇ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News