આ ભાજપના લોકો ફ્રી રેવડી ફ્રી રેવડીની બૂમો પાડે છે,પરંતુ તેમના જ મંત્રીઓ 4000 યુનિટ મફત વીજળી લે છે પરંતુ જ્યારે અમે જનતાને 300 યુનિટ મફત વીજળી આપવાની વાત કરીએ છીએ ત્યારે આ લોકો ફ્રી રેવડી ફ્રી રેવડીની બુમો પાડે છે. તેમના નેતાઓ મફતમાં વિમાનમાં મુસાફરી કરે છે પરંતુ જનતાનું બસ ભાડું માફ કરવામાં આવતું નથી. તેમ કેજરીવાલે કહ્યું હતું.
વધુમાં કહ્યું કે,તેમના બાળકો વિદેશમાં ભણે છે,પરંતુ જ્યારે હું મારા દેશમાં સારી સરકારી શાળા બનાવીને બાળકોને મફત શિક્ષણ આપવાની વાત કરું છું ત્યારે આ લોકો કહે છે કે,કેજરીવાલ મફત રેવડી વહેંચી રહ્યા છે. આ લોકો વિદેશમાં જઈને તેમની સારવાર કરાવે છે, પરંતુ જો મારે મારા દેશમાં જ મોહલ્લા ક્લિનિક બનાવીને લોકોને મફત આરોગ્ય સુવિધા આપવી હોય તો આ લોકો કહે છે કે કેજરીવાલ મફત રેવડી વહેંચી રહ્યા છે. તેથી આ અયોગ્ય છે. ભાજપના લોકો જે ઈચ્છે તે કરવા દો,અમે મફત સુવિધાઓ આપતા રહીશું. અમે મફત કી રેવડીનું વિતરણ કરીશું,તમે તમારા નેતાઓને મફત રેવડીનું વિતરણ કરો,અમે જનતાને મફત રેવડીનું વિતરણ કરીશું. તેમ તેમણે કહ્યું હતું.
2 મહિના પહેલા ગુજરાતમાં આવું વાતાવરણ નહોતું
કેજરીવાલે કહ્યું કે,હું આજે જોઈ રહ્યો છું કે ગુજરાતમાં કંઈક ચમત્કાર થઈ રહ્યો છે. આજથી 2 મહિના પહેલા આવું વાતાવરણ નહોતું,પરંતુ આ 2 મહિનામાં જ એવું લાગે છે કે ઉપરવાળો પોતાનું ઝાડુ ચલાવી રહ્યો છે. ગીતામાં પણ લખ્યું છે કે જ્યારે અન્યાય વધે છે ત્યારે ઉપરવાળો પોતાનું ઝાડુ ચલાવે છે. તો તમે બધા એકઠા થઇ જાઓ,તો આપણે સૌ સાથે મળીને નવું ગુજરાત બનાવીશું. સરદાર પટેલના સપનાનું ગુજરાત બનાવીશું, ગુજરાતની જનતાના સપનાનું ગુજરાત બનાવીશું. જો આ દેશના તમામ 130 કરોડ લોકો એક સાથે ઉભા રહે તો ભારતને વિશ્વનો નંબર વન દેશ બનતા વિશ્વની કોઈ શક્તિ નહીં રોકી શકે,તેમ કેજરીવાલે કહ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500