અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર તાલુકા પંચાયતની 8 જેટલી ગ્રામ પંચાયતને પાણીના ટેન્કરનું વિતરણ કરાયું હતું. જ્યાં ભરૂચ-અંકલેશ્વરના MLA એ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું અંકલેશ્વર તાલુકા પંચાયતની 8 જેટલી ગ્રામ પંચાયતને પાણીના ટેન્કરનું વિતરણ કરાયું હતું. અંદાજિત 11.92 લાખના ખર્ચે ટેન્કર ખરીદયા હતાં. આઝાદી કા અમૃત મહોત્સવની સમગ્ર દેશમાં ઉજવણી ચાલી રહી છે ,ત્યારે 15માં નાણાંપંચમાં તાલુકા કક્ષા પાણી પુરવઠા અને જળ સંસાધન વિભાગ હેઠળ અંકલેશ્વર તાલુકાના ગામોને પાણીના ટેન્કર માટે એક ટેન્કર દીઠ 1 લાખ 49 હજાર મળી કુલ રૂપિયા 11 લાખ 92 હજારના ખર્ચે 8 પાણીના ટેન્કરની ખરીદી કરી હતી.
આ આઠ ટેન્કરોની તાલુકા પંચાયત કચેરી ખાતે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને રમેશ મિસ્ત્રી એ આઠ ગામના સરપંચોને વર્ક ઓર્ડર આપી ટેન્કરનું વિતરણ કરી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અન્ય ગામના લોકોને તબક્કાવાર ટેન્કર અપાશે. અંકલેશ્વર તાલુકાના સિસોદરા, હજાત, ભદકોદ્રા, સક્કરપોર, ઉટીયાદરા, સેંગપુર, માંડવા અને કોસમડી ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર તાલુકાના અન્ય ગામોને પણ આગામી દિવસોમાં તબક્કા વાર ટેન્કરોનું વિતરણ કરવામાં આવનાર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500