સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા પાણીની લાઈન રીપેરીંગ તથા નવીનીકરણની કામગીરી થઈ રહી છે. આ કામગીરી અંતર્ગત પાલિકાના વરાછા ઝોનના નવા સમાવિષ્ટ વિસ્તારોમાં 13 ઓક્ટોબરના રોજ એક દિવસ પાણી પુરવઠો મળશે નહીં. તારીખ 14 ઓક્ટોબરે પાણી પુરવઠો અંશતઃ તથા ઓછા પ્રેસરથી મળશે. વરાછા ઝોન વિસ્તારમાં મોટા વરાછા ગામ તળ તથા અન્ય કેટલાક વિસ્તારમાં 13 ઓક્ટોબરના રોજ પાણી પુરવઠો નહી મળવાનો હોય આ દિવસ માટે લોકોને જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા તથા કરકસરથી પાણીનો ઉપયોગ કરવા માટે પાલિકાએ વિનંતી કરી છે.
સુરત મહાનગરપાલિકાનો હાઇડ્રોલિક વિભાગ, સુરત શહેરમાં સમાવિષ્ટ વિસ્તારમાં નિયત સમય મર્યાદામાં, પુરતા જથ્થામાં તેમજ ગુણવત્તા સાથે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. ન્યુ નોર્થ ઝોન વિસ્તારમાં મોટા વરાછા મુખ્ય રસ્તા પર જ્યુબિલી ગાર્ડન પાસે આવેલ ઓવરહેડ ટાંકી ESR-M3 ખાતેની ઇનલેટ લાઈન અને ડીસ્ટ્રીબ્યુશન લાઈનના રીપેરીંગ તેમજ નવીનીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવવાની હોય જે માટે અંદાજીત 18 થી 24 કલાકની જરૂર છે. આ કામગીરીના કારણે જ્યુબ્ધિ ગાર્ડન પાસે આવેલ ઓવરહેડ ટાંકી ESR-M3માં નીચે દર્શાવેલ વિસ્તારોને પૂરો પાડવામાં આવતો પાણી પુરવઠો તારીખ 13 ઓક્ટોબર રોજ મળે તેમ નથી આ ઉપરાંત 14 ઓક્ટોબરના રોજ પણ પાણી પુરવઠો અંશતઃ તથા ઓછા પ્રેશરથી મળશે.
જ્યારે 15 ઓક્ટોબરથી આ વિસ્તારમાં પાણી પુરવઠો રાબેતા મુજબ રહેશે. પાલિકાની આ કામગીરીને પગલે મોટા વરાછા ગામતળ, મોટા વરાછા કબ્રસ્તાનથી અબ્રામા ચેક પોસ્ટ સુધી તથા મોટા વરાછા કબ્રસ્તાનથી સવજી કોરાટ બ્રિજ સુધીનો સમગ્ર વિસ્તાર તેમજ રાધે ચોકથી રામચોક સુધીનો સમગ્ર વિસ્તાર અને પેડર રોડનો સમગ્ર વિસ્તારમાં પાણી કાપની અસર જોવા મળશે. જેના કારણે પાલિકાએ લોકોને જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા તથા કરકસરથી પાણીનો ઉપયોગ કરવા અપીલ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500