વૈતરણાથી આવતી પાઈપલાઈનનું પવઈ ખાતે સમારકામ થવાનું હોવાથી આજે અને કાલે ભાંડુપ અને કુર્લાના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહશે. જ્યારે તળ મુંબઇ તથા પશ્ચિમ ઉપનગરના કેટલાક વિસ્તારોમાં 10 ટકા પાણી કાપ મૂકવામાં આવ્યો છે. પવઇ વેન્ચુરી ખાતે અપરવૈતરણા અને વૈતરણાથી આવતી 900 મિ.મિ. વ્યાસ ધરાવતી પાણીની પાઇપ લાઇનના જોડાણમાં ગળતર થાય છે. આથી અહીં મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થાય છે. આ ગળતરને રોકવા માટે પાલિકાએ સમારકામ હાથ ધર્યું છે. આથી અહીં પાણી ભાંડુપ સંકુલથી મરોશી ટનલ સુધી ખાલી કરવાનું જરૂરી છે. જોકે આજે સવારે 10 વાગ્યાથી કાલે સવારે 10 વાગ્યા સુધી સમારકામ ચાલશે. આથી પાણી પુરવઠાના વિતરણમાં ધાંધિયા રહેશે.
જેમાં આ બે દિવસ દરમિયાન પાલિકાના એસ વોર્ડ (ભાંડુપ) અને એલ વોર્ડ (કુર્લા)ના કેટલાક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે. જ્યારે તળમુંબઇમાં કોલાબાથી માહિમ અને પશ્ચિમ ઉપનગરમાં બાંદરાથી સાંતાક્રુઝના કેટલાક વિસ્તારમાં પાણીનો દસ ટકા કાપ મૂક્યો હોવાનું પાલિકાના પાણી પુરવઠા વિભાગે જણાવ્યું હતું. મલબાર હિલ તથા આઝાદ મેદાન રિસર્વાયરથી કરતા પાણી પુરવઠામાં કોલાબાથી ગ્રાન્ટરોડ મલબાર હિલ સુધી તેમજ રેસકોર્સ ટર્નલ શાફટથી કરાતા પાણી વિતરણમાં ભાયખલા, વરલી, લોઅર પરેલ, પ્રભાદેવી, દાદર, ધારાવી સુધીના કેટલાક વિસ્તારમાં 10 ટકા પાણી કામ મૂકાયો છે. જ્યારે કુર્લા અને ભાંડુપના કેટલાક વિસ્તારમાં પાણી પુરવઠો આ બે દિવસ દરમિયાન નહિ મળે. આ સિવાય પવઇ, સાકી વિહાર રોડ, સાકીનાકા, ચાંદિવલી, પાણી નહિં મળે. સિવાય પશ્ચિમ ઉપનગરમાં બાંદરાથી સાંતાક્રુઝના વિસ્તારમાં 10 ટકા પાણી કાપ મૂકવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500