Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડના પુલ ફળિયામાં વાલ્મિકી નદીના પાણી ઘુસ્યા

  • July 13, 2022 

વાલોડ નગર ખાતેથી પસાર થતી વાલ્મિકી છેલ્લા બે દિવસથી ભયજનક સપાટીએ પસાર થઈ રહી છે, જે દરમિયાન સોમવારે વાલોડમાં બે ઇંચ વરસાદ તેમજ ઉપરવાસમાં વધારે વરસાદના કારણે વાલ્મિકી નદીમાં ઘોડાપૂર આવી ગયું હતું. વાલ્મિકી નદીના ઘોડાપૂરના પગલે વાલોડ નગરના પુલ ફળિયામાં વાલ્મિકી નદીના પાણી ઘૂસી જતા પુલ ફળિયાનાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સાંજના સમયે ઘરમાં પાણીમાં ભરાવાના કારણે ઘરવખરી અને અનાજ સહિત સર સામાનને નુકસાન થયું હતું.


વાલોડ વહીવટી વિભાગને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી પુલ ફળિયાના 25 પરિવારોને સ્થળાંતર કરી નજીક આવેલા આંબેડકર ભવન સ્કૂલમાં તથા શોપિંગ સેન્ટરમાં રોકાવામાં આવ્યા હતા. વાલ્મિકીમાં પાણીનું સ્તર વધી રહેતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. વાલોડ મામલતદાર જયેશભાઈ પટેલ, પી.એસ. આઇ એન. જે. પંચાલ, તાલુકા વિકાસ અધિકારી હરદીપ સિંહ ધરિયા સહિત, સરપંચ વિજયાબેન નાઈક, સ્થાનિક જનસેવા ટ્રસ્ટ અને સેવાકીય યુવાનો કાર્યમાં જોડાયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News