ગોલ્ડનબ્રિજે નદીની સપાટી ૧૯.૭૫ ફૂટ નોંધાઇ છે. ભરૂચ જિલ્લામાં ૩ દિવસ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. જે વચ્ચે ગઇ કાલે રાત્રે વરસેલા વરસાદે શહેર અને જિલ્લામાં ગણતરીના સમયમાં સર્વત્ર પાણી પાણી કરી દીધું હતું. તો સાથે પૂર્વ પટ્ટી વિસ્તારના ગામોના ઘાટ સુધી પાણી પહોંચાતા પક્ષમાં પૂજા વિધિ કરવા આવતા લોકોને પણ પૂજાની સામગ્રી વિસર્જન કરવામાં રાહત જોવા મળી રહી છે.
નર્મદા નદીમાં સતત લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા નદીના કાંઠા વિસ્તારોના ખેડૂતોના ખેતરોમાં પાણી પણ ફરી વળ્યા છે ત્યારે ભરૂચ તાલુકાની પૂર્વ પટ્ટી વિસ્તારના શુકલતીર્થ ગામના ઘાટ ઉપરની તપોવન ભૂમિ ઉપર સમગ્ર ભારત દેશમાંથી લોકો પોતાના પૂર્વજનોના શ્રાદ્ધ અર્થે આવી રહ્યા છે અને કહેવાય છે કે આ તપોવન ભૂમિ ઉપર શ્રાદ્ધની વિધિ કરવાથી અને પિંડદાન કરવાથી મોક્ષ પ્રાપ્તિ થતી હોય છે નર્મદા નદીના ઘાટ સુધી પાણી આવી પહોંચતા લોકોએ પણ રાહત અનુભવ્યો છે.
જિલ્લામાં નેત્રંગ તાલુકામાં અઢી ઇંચ, ભરૂચ બે ઇંચ, હાંસોટ-વાલિયા દોઢ ઇંચ અને અંકલેશ્વરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જેની સાથે જ સિઝનનો કુલ વરસાદ ૧૨૫ ટકા નોંધાઇ ચુક્યો છે. નર્મદા ડેમની સપાટી આજે ઘટીને બપોરે ૧૨ કલાકે ૧૩૮.૩૬ મીટર નોંધાઇ હતી.બીજી તરફ જિલ્લાના મધ્યમ સિંચાઈના પિંગુટ, ધોળી અને બલદેવા પણ ૧૦ સેમીથી છલકાઈ રહ્યા છે. નર્મદા નદી કાંઠા અને ત્રણ ડેમ વિસ્તારના 82 જેટલા ગામોને કિનારે નહિ જવા સૂચના અપાઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલી નદીમાં પોણા ૩ લાખ ક્યુસેક પાણી ઠલવાઇ રહ્યું છે. ઉપરવાસમાંથી આવક ૨.૪૮ લાખ ક્યુસેક છે જેની સામે કુલ જાવક ૩.૧૦ લાખ ક્યુસેક થઈ રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500