Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગિરિમથક સાપુતારાનાં મ્યુઝિયમમાં ‘વારલી પેઈન્ટીંગ વર્કશોપ’ યોજાયો

  • July 18, 2023 

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત રાજ્યના નિયામકશ્રી, પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત સાપુતારા મ્યુઝિયમ ખાતે તાજેતરમાં ‘વારલી પેઈન્ટીંગ વર્કશોપ’ યોજાઈ ગયો. ગત તા.૧૬ જુલાઈ, ૨૦૨૩નાં રોજ યોજાયેલા આ વર્કશોપમાં ‘વારલી ચિત્રો’ના વિરાસતની જાળવણીના હેતુ સાથે વિદ્યાર્થીઓને વારલી ચિત્રો શિખવવા માટેનો સ્તુત્ય પ્રયાસ હાથ ધરાયો હતો. વર્કશોપમાં વારલી પેઇન્ટિંગન આર્ટીસ્ટ મનીષ કદમે વારલી ચિત્રો વિષેની જાણકારી આપી, વિદ્યાર્થીઓને વારલી ચિત્રો બનાવવાનું શીખવ્યું હતું. આ વર્કશોપમાં સાપુતારા ખાતે કાર્યરત શાળાઓ આદર્શ નિવાસી શાળા (કન્યા) સાપુતારા અને આહવા, એકલવ્ય ગર્લ્સ રેસિડેનિયલ સ્કુલ સાપુતારા, અને સાંદિપની વિદ્યાસંકુલ સાપુતારાના કુલ ૫૭ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વારલી ચિત્રો તૈયાર કરવાનું શીખી સુંદર વારલી ચિત્રો બનાવ્યા હતા. એમ, મ્યુઝિયમના આસિસ્ટન્ટ કયુરેટર દ્વારા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application