સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં કડોદરા જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલા વરેલી ગામે એક દુકાનમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી આધારે કડોદરા પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં ૧૩ આરોપીઓને ઝડપી પાડી ૭૭ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. મળતી માહિતી અનુસાર, કડોદરા જીઆઇડીસી પોલીસની ટીમ ગત રોજ પેટ્રોલીંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે, વરેલી ગામે દત્તકૃપા સોસાયટી ક્રીષ્ણના પેલેસ અંબિકાની કેતન બિલ્ડીંગ નીચે આવેલી બલવંતસીંગની ગેસ રિપેરીંગની દુકાનમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે.
જેથી કડોદરા પોલીસની ટીમે આ દુકાનમાં દરોડો પાડયો હતો. જ્યાં બલવંતસીંગ અનીલસીંગ (રહે. શીવસાંઈ રેસીડેન્સી, વાંકાનેડા ગામ), હેપ્પી સુરેશ ખટીક (રહે.સાંઈ વાટીકા સોસાયટી, જોળવા ગામ), વિરૂકુમાર રાજેશભાઈ ભાઇયા (રહે.ક્રિષ્ણા પેલેસ, દત્તકૃપા સોસાયટી, વરેલી ગામ), જયવંતસીંગ છેદીલાલ રાજપુત (રહે.તીરૂપતિ સોસાયટી સંજીવની હોસ્પિટલની પાછળ, કડોદરા), મનોજ મહારાજ ચૌધરી (રહે.ક્રિષ્ણા પેલેસની બાજુમાં, વરેલી ગામ), રામલખન રામઅવધ ગોંડ (રહે.દત્તકૃપા સોસા.), રાજેશકુમાર રહીલાલ કેશરી (રહે.શ્રીરામ કોમ્પલેક્ષ વરેલી), રામલેખાકુમાર કૈલાશભાઈ કેવટ (રહે.ગીત ગોવીંદ સોસાયટી, વરેલી), રાજા અજયસીંગ (રહે.રીવમ રેસીડેન્સી, કારેલી ગામ), પ્રકાશબાબુ રામાકાન્ત દ્રીવેદી (રહે.શારદા કોમ્પલેક્ષ, વરેલી ગામ), કિરશાન જોખમ શાહ (રહે.વ્રજધામ સોસા. વરેલી ગામ), પંકજકુમાર પરસુરામ રાય (રહે.ક્રિષ્ણા કોમ્પલેક્ષ, વરેલી) તથા ભરતસીંગ બૈજનાથ ઠાકુર (રહે.સિદ્ધિ વીનાયક એપાર્ટમેન્ટ, વરેલી)ને પોલીસે ઝડપી પાડી તેમની પાસે રોકડ રૂપિયા તેમજ ૧૦ મોબાઈલ ફોન મળી કુલ ૭૭,૮૭૦/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500