Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સારવાર માટે આવેલ યુવતી સાથે દુષ્કર્મ કરનાર વોર્ડબોયને સાત વર્ષની સખત કેદની સજા

  • January 03, 2024 

ગાંધીનગર શહેર નજીક આવેલી એપોલો હોસ્પિટલમાં આઠ વર્ષ અગાઉ ડેન્ગ્યુની સારવાર માટે આવેલી 19 વર્ષની યુવતીના હાથ પગ બાંધીને હોસ્પિટલના વોર્ડ બોય અને તબીબ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જે કેસ ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટના ત્રીજા એડિશનલ સેશન્સ જજ સમક્ષ ચાલી જતા સરકારી વકિલોની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી વોર્ડબોયને સાત વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને 20 હજાર રૂપિયા વળતર ચૂકવવાનો હૂકમ પણ કર્યો છે. આ કેસની મળતી વિગતો પ્રમાણે, ગાંધીનગર શહેર નજીક આવેલી એપોલો હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર માટે 19 વર્ષિય યુવતી દાખલ થઇ હતી અને હોસ્પિટલના એમઆઇસીયુ વોર્ડમાં તેણીને રાખવામાં આવી હતી.



આ દરમ્યાન તા.3 સપ્ટેમ્બર, 2016ના રોજ રાત્રીના સમયે યુવતિ બેડ ઉપર હતી ત્યારે આ હોસ્પિટલના વોર્ડબોય ચંદ્રકાંત ઉર્ફે ચંદુ ગોવિંદભાઇ વણકર રહે. ભાટ ગામ મુળ-ખરોડ, તા.વિજાપુર, જિલ્લો મહેસાણા દ્વારા હાથ પગ બાંધેલી હાલતમાં આ યુવતિ ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે આ વોર્ડબોયે હોસ્પિટલના ડોક્ટર રમેશ ભુરારામ મંજીરામ ચૌહાણ રહે. ડી-112, નહેરૂ નગર, કુબેર નગર અમદાવાદ, દ્વારા યુવતિ ઉપર ફરીવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ત્યારબાદ આ સંદર્ભે યુવતિ દ્વારા પરિવારજનોને જાણ કરીને અડાલજ પોલીસ મથકે તબીબ રમેશ ચૌહાણ અને વોર્ડબોય ચંદ્રકાંત ઉર્ફે ચંદુ વણકર સામે બળાત્કાર અને એટ્રોસીટી હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.



જેમાં પોલીસે આરોપી વિરૃધ્ધ પુરાવા એકઠા કરીને ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટના ત્રીજા એડિશનલ સેશન્સ જજશ્રી ડી.કે.સોનીની કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરવામાં આવી હતી જેમાં સરકારી વકિલ પ્રિતેશકુમાર ડી. વ્યાસ દ્વારા 35 દસ્તાવેજોની લીસ્ટ રજુ કરીને 23 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા અને કોર્ટમાં દલીલ રજુ કરવામાં આવી હતી કે આરોપીએ બિમાર અને અશક્ત દર્દી સાથે વિકૃતરીતે બળાત્કાર ગુજાર્યો છે અને હોસ્પિટલમાં દર્દી સારવાર માટે જાય ત્યારે તેની સાથે આ પ્રકારનું જઘન્ય અપરાધ કરવામાં આવે ત્યારે આરોપીને સમાજમાં દાખલો બેસે તેરીતે પુરેપુરી સજા ફટકારવી જોઇએ. જેના અનુસંધાને કોર્ટે આરોપી ચંદ્રકાંત ઉર્ફે ચંદુ વણકરને આપીસી 376 સીડી મુજબ સાત વર્ષની સખત કેદનો હૂકમ કર્યો હતો અને 20 હજાર રૂપિયા વળતર પેટે ચૂકવવા હૂકમ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application