મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં નિઝર પોલીસ મથકે છેલ્લા એક વર્ષથી ઘરફોડ ચોરીનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને નિઝર અડચી નાકા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૧૭/૧૨/૨૦૨૪ નાંરોજ અ.પો.કો. મેહુલભાઈ તથા પો.કો.મુકેશભાઈ સેંધાજી નાંઓને મળેલ બાતમીનાં આધારે, નિઝર અડચી નાકા પાસેથી નિઝર પોલીસ મથકે છેલ્લા એક વર્ષથી ઘરફોડ ચોરીનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી નાગરસિંગ ઓમકારસિંગ સિકલીકર (રહે.નલવા રોડ, મહાડા કોલોની, એકતાનગર, સિકલીકર મહોલ્લા, નંદુરબાર)ને ઝડપી પાડી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500