મનિષા સુર્યવંશી/સોનગઢ : સુરત, વલસાડ અને તાપી જિલ્લાના પાંચ પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ અને છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતાં આરોપીને પોલીસે બાતમીના આધારે સોનગઢ ચેકપોસ્ટ પાસે ઝડપી લીધો હતો.પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે, સોનગઢ પોલીસ મથકે નોંધાયેલા પ્રોહીબિશન ગુના રજી. નંબર 42021 મુજબના ગુના કામનો આરોપી સંજય ઉર્ફે બટકો રાજુભાઇ મકવાણા નવા ચેકપોસ્ટ નજીક આવવાનો છે.
પોલીસે ચેક પોસ્ટ પાસે તપાસ કરતાં વોન્ટેડ આરોપી સંજય ઉર્ફે બટકો ત્યાંથી મળી આવ્યો હતો. પોલીસે તેની અટક કરી અને પૂછપરછ હાથ ધરી હતી. દરમિયાન આરોપીની તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે તેની સામે સોનગઢ પોલીસ મથક ઉપરાંત વલસાડ અને સુરત ગ્રામ્યના જુદા જુદા પોલીસ મથકે પ્રોહીબિશનના કુલ પાંચ 5 જેટલાં ગુના નોંધાયેલા છે અને સંજય ઉર્ફે બટકો મકવાણા છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હતો તથા પોલીસ ચોપડે વોન્ટેડ હતો.
આ આરોપી સામે વલસાડ રૂરલ પોલીસ મથકે અને પલસાણા, બારડોલી, કડોદરા જીઆઇડીસી તથા સોનગઢ પોલીસ સ્ટેશને પ્રોહીબિશન અંગેના ગુના દાખલ થયા હતાં. જિલ્લા પોલીસે કલમ 41(1 )આઈ પ્રમાણે કાર્યવાહી કરી આરોપીને સોનગઢ પોલીસને સોંપી દીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500