Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓરીસ્સામાં વુધ્ધ દમ્પતિને પિસ્તોલની અણીઍ બંધક બનાવી લૂંટ કરનાર સુરતમાંથી ઝડપાયો

  • November 26, 2020 

ઍક વર્ષ પહેલા ઓરીસ્સાના ગંજામ જીલ્લાના બડાગડા વિસ્તારમાં પિસ્તોલ અને ચપ્પુની અણીઍ વુધ્ધ દમ્પતિને બંધક બનાવી દાગીનાની લૂંટ કરવાના કેસમાં નાસતો ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે પાંડેસરા પિયુષ પોઈન્ટ વિસ્તાર માંથી ઝડપી પાડ્યો હતો.

 

 

 

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ સ્ટાફના માણસોઍ બાતમીના આધારે પાંડેસરા પિયુષ પોઈન્ટ ચાર રસ્તા પાસેથી સુરેશ તારકેશ્વર દોરા (અન્નાબાતુલ) (ઉ.વ.૨૬.રહે, શ્રીરામનગર સોસાયટી બમરોલી રોડ, મીળ ઓરીસ્સા ગંજામ)ને ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની પુછપરછમાં સુરેશ દોરાઍ ઍક વર્ષ પહેલા તેના મિત્ર અનિલ ડાકવા સાથે ગંજામ જીલ્લામાં બડાગડા વિસ્તારમાં વુધ્ધ દમ્પતિના ઘરમાં ઘુસી પિસ્તોલ અને ચપ્પુ બતાવી બંધક બનાવ્યા હતા અને ત્રણ ચેઈન, બે વીટી, બે બંગડી, ઍક લોકેટ અને મોબાઈલની લૂંટ કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે સુરેશની ધરપકડ કરી ગંજામના બડાગડ પોલીસને કબજા સોપવાની તજવીજ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News