Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : કીકાકુઈ ગામના પાટિયા પાસેથી વોન્ટેડ આરોપી ઝડપાયો

  • October 20, 2020 

તાપી જીલ્લા એલસીબીના પીઆઈ ડી.એસ.લાડની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો એએસઆઇ ભુપેન્દ્રભાઈ યશવંતરાવ તથા હેડકોન્સ્ટેબલ લેબજીભાઇ પરબતજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ આજરોજ સોનગઢ પોલીસ સ્ટેશનના વિસ્તાર પેટ્રોલિંગમાં હતાં.

 

હેડકોન્સ્ટેબલ લેબજીભાઇ પરબતજીભાઇને મળેલ બાતમીના આધારે

 

તે દરમિયાન હેડકોન્સ્ટેબલ લેબજીભાઇ પરબતજીભાઇને મળેલ બાતમીના આધારે સોનગઢ પોલીસ મથકે દાખલ થયેલ ખાણ ખનીજ ચોરી ના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી પ્રિતેશભાઇ મનુભાઈ ગામીત રહે, વીરપુર ગામ,ગામઠાણ ફળિયું-વ્યારા નાને સોનગઢના કીકાકુઈ ગામના પાટિયા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

પકડાયેલા આરોપીની પૂછપરછમાં ખાણ ખનીજ ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાની કબુલાત કરી હતી. હાલ આરોપીની મેડીકલ તપાસણી કરાવી અટક કરવાની કાર્યવાહી કરવાની હોય જેથી આરોપીની મેડીકલ કરાવવા આગળની વધુ તપાસ માટે સોનગઢ પોલીસને સોંપવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application