વલસાડ જિલ્લાનાં નાનાપોંઢા પોલીસે વાપીના ગૌરક્ષકને મળેલી બાતમીના આધારે તા.૨૯-૦૪-૨૦૨૩ના રોજ ટેમ્પોને અટકાવી તપાસ કરતા ૧૨ વાછરડી મળી આવી હતી. આ સાથે જ પોલીસે ટેમ્પોના ચાલક મંગેશ વિજય વામન (રહે.કોંકણ, તા.સંગમનેર, જિ.અહમદનગર, મહારાષ્ટ્ર) અને ટેમ્પોમાં સવાર સંદીપ સુદાકર નગરકર (રહે.લુની ગામ, તા.રાતા, જિ.અહમદનગર,મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી.
જ્યારે અનિલ કિશન દાંગડે (રહે.નવી વાલકી ગામ, તા.અહમદનગર)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. દરમિયાન વલસાડ જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની શરૂ કરેલી કવાયતમાં, નાનાપોઢા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા દોઢ વર્ષથી ફરાર થઇ જનાર આરોપીને ઝડપી પડાયો હતો. જે બાદ એસઓજીએ આરોપીનો કબજો નાનાપોંઢા પોલીસને સોંપ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500