ડાંગ જિલ્લાની વઘઈ પોલીસે નાની વઘઈ ખાતે રહેતો ભુપેન્દ્ર ઇન્દ્રાસન ગામીત નામનો ઈસમ ડાંગને અડીને આવેલા મહારાષ્ટ્ર રાજ્યમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જનાર છે જે બાતમીના આધારે પોલીસની ટીમે બારખાંધ્યા ગામના રસ્તામાં જંગલ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન બારખાંધ્યા તરફથી એક કાળા કલરની યુનિકોન બાઇક આવી રહી હતી. જેના ચાલકે પોલીસને જોતા ત્યાંથી જ પાછી ગાડી વાળી લીધી હતી અને ભાગી છૂટ્યો હતો.
જયારે બાઈક સવાર ભાગી છુટતા પોલીસે તેનો પીછો કર્યો હતો. પોલીસે પીછો કરતા થોડી આગળ જઈ દારૂની ખેપ મારનાર ગાડી મૂકી જંગલ તરફ ભાગી છૂટ્યો હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલએ ભાગી છુટેલ ઈસમને ઓળખી કાઢ્યો હતો કે તે ભૂપેન્દ્ર જ છે અને ગાડી અને કાળી બેગ મૂકી ભાગી છુટેલ ઈસમનો સામાન ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત 85 હતી. આમ ભાગી છૂટેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વોન્ટેડ જાહેર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application