સરકારી વિજ્ઞાન કોલેજ વાલોડ ખાતે ‘WORLD MSME DAY’ની ઉજવણી કરવામાં આવેલ હતી. આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેંન્દ્ર ની કચેરીના ઈ.ચા. ઉદ્યોગ અધિકારીશ્રી ડી.એમ.રાણા દ્વારા MSME(સૂક્ષ્મ,નાના અને મધ્યમ ઉદ્યોગો) ઉદ્યમ રજીસ્ટ્રેશન વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમજ સૂક્ષ્મ, નાના અને મધ્યમ(MSME)એકમોને સરકાર તરફથી મળવાપાત્ર પ્રોત્સાહન યોજનાના લાભ વિશે ઉપસ્થિત સૌને જાણકારી આપી હતી. લીડ ડીસ્ટ્રીક્ટ મેનેજરશ્રી રસિક જેઠવા તથા અનિલભાઈ ગામીત FLC કાઉન્સેલર દ્વારા બેંકિંગ સેક્ટર હેઠળની વિમા યોજનાઓ, તેના લાભો, બેંક લોન તથા બેંકિંગ સિસ્ટમના સિક્યોરીટી અને સાવચેતીના પગલા વિશેની વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application