વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO દ્વારા દુનિયાને ચેતવણી આપવામાં આવી છે કે, દુનિયાભરમાં ઓમીક્રોનનાં સતત વધી રહેલા વ્યાપમાંથી નવા અને વધુ ખતરનાક વેરીયન્ટ જન્મી શકશે. WHO’એ વધુમાં કહ્યું ઓમીક્રોન દુનિયાભરમાં આગની જેમ ફેલાઈ ગયો છે અને હજી સુધી તેને ઓછો ગંભીર માનવામાં આવતો હતો. તેટલું જ નહીં પરંતુ આ નવા વેરિયન્ટ (ઓમીક્રોન) છતાંએ જીવન સામાન્ય સ્થિતિ તરફ આગળ વહી રહ્યું છે. પરંતુ WHO’નાં વરીષ્ઠ આપત્તિકાલીન અધિકારી, કેથેરીન સ્મોલવૂડ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે, જો સાવધાન નહીં રહીએ તો સંક્રમણનો સતત વધતો દર દુનિયામાં અવળી અસર પાડી શકશે. તેઓએ, પત્રકારોને અહીં કરેલાં સંબોધનમાં કહ્યું કે, જે ઝડપથી ઓમીક્રોન પ્રસરે છે તેટલો જ તેનો વ્યાપ પણ વધતો જાય છે સાથે તે ભીતિ પણ રહેલી છે કે તેમાંથી જ કોઈ નવો વેરિયન્ટ જન્મી શકશે. સ્વીકાર્ય છે કે, કોરોનાના ડેલ્ટા-વેરીયન્ટના પ્રમાણમાં ઓમીક્રોન ત્રસ્ત દર્દીઓમાં મૃત્યુ આંક ઓછો રહ્યો છે.પરંતુ તે કોણ કહી શકે કે ઓમીક્રોનમાંથી જ જન્મનારો નવો વેરીયન્ટ વધુ ખતરનાક નહીં બની શકે, અને તે શું શું નહીં કરી શકે. તેમણે કહ્યું કે આ મહામારીની શરૂઆત પછી યુરોપમાં ૧૦ કરોડથી વધુ કોવિડ કેસો હતા. પરંતુ ભયાવહ વાત તો તે છે કે, વર્ષ-૨૦૨૧નાં અંતિમ સપ્તાહોમાં જ તેના ૪૦ લાખથી વધુ કેસો નોંધાયા છે. આપણે ઘણા જ ખતરનાક ચરણમાં છીએ, પ.યુરોપમાં સંક્રમણનો દર વધી રહ્યો છે, પરંતુ તેનો પૂરો પ્રભાવ હજી સ્પષ્ટ રીતે જાણી શકાયો નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500