Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

WHO ચેતવણી: 66 બાળકોના મૃત્યુ સાથે સંકળાયેલા 4 ભારતીય કફ સિરપ જીવલેણ જણાયા

  • October 06, 2022 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ભારતના મેઇડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત 4 કફ-અને-કોલ્ડ કફ સિરપ માટે ચેતવણી જારી કરી છે.WHOએ ચેતવણી આપી છે કે આ ડીકોન્જેસ્ટન્ટ સીરપ ધ ગામ્બિયામાં 66 બાળકોના મૃત્યુ અને કિડનીની ગંભીર સમસ્યાઓ માટે જવાબદાર હોઈ શકે છે.




રિપોર્ટ અનુસાર,આ કફ સિરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલના અસ્વીકાર્ય સ્તરની પુષ્ટિ કરવામાં આવી છે,જે મનુષ્યો માટે અત્યંત જોખમી છે. WHOએ મેડિકલ પ્રોડક્ટ એલર્ટ જારી કરીને કહ્યું છે કે,'કફ સિરપના ચાર સેમ્પલના લેબ ટેસ્ટિંગમાં ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલના અસ્વીકાર્ય સ્તરો મળ્યા છે.અત્યાર સુધી માત્ર ધ ગામ્બિયામાંથી દૂષિત ઉત્પાદનોના જ કેસ નોંધાયા છે,પરંતુ તે અન્ય દેશોમાં વિતરિત કરવામાં આવ્યા હોવાની શક્યતા છે.હાલમાં WHO કંપની અને રેગ્યુલેટરી ઓથોરિટી સાથે મળીને તેની તપાસ કરી રહી છે.




ડબ્લ્યુએચઓ અનુસાર,આ ડીકોન્જેસ્ટન્ટ અત્યાર સુધી માત્ર ધ ગામ્બિયામાં જોવા મળ્યું છે,પરંતુ તે અનૌપચારિક બજાર દ્વારા અન્ય દેશોમાં પહોંચે તેવી શક્યતા છે.WHOએ પોતાના નિવેદનમાં આ ઉત્પાદનોના ઉપયોગને અસુરક્ષિત ગણાવ્યો છે.ખાસ કરીને આ દવાઓ બાળકો માટે ઘણી ખતરનાક સાબિત થઈ શકે છે.આ ગંભીર આંતરિક ઇજાઓ અને મૃત્યુનું કારણ બની શકે છે. તેથી આવી દવાઓનું સેવન ન કરવું જોઈએ. આ કફ સિરપ શરદી,ઉધરસ અને તાવના કિસ્સામાં આપવામાં આવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application