Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા : ચોરીના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી પકડાયો

  • May 11, 2023 

વ્યારા પોલીસ મથકે નોંધાયેલ ચોરીના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્કોર્ડના માણસોએ ઝડપી પાડ્યો હતો.

પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈને મળેલ બાતમીના આધારે


​મળતી માહિતી મુજબ તાપી લોકલ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા હેડ કોસ્ટેબલ ધર્મેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈ, અરૂણભાઇ,સ્ટીવનસભાઈ,પ્રકાશભાઈ તથા પેરોલ ફર્લોના પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ગોકળભાઈ સહિતના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈને મળેલ બાતમીના આધારે વ્યારા શાકભાજી માર્કેટ પાસથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી પ્રજ્ઞેશભાઈ દિલીપભાઈ ગામીત રહે,તાડકુવા ગામ ડુંગરી ફળિયા તા.વ્યારા નાને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા વ્યારા પોલીસમાં નોંધાયેલ ચોરીના ગુનામાં પોતે નાસતો ફરતો હોવાની કબુલાત કરી હતી. પોલીસ સ્ટાફના માણસોએ નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application