Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા : બે બાઈક સામસામે ટકરાતા અકસ્માત, બાઈક સવાર બે યુવકો ઈજાગ્રસ્ત

  • July 18, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ખોડતળાવ ગામથી શિશોર ગામ તરફ જતાં રોડ ઉપર બે બાઈક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક પર સવાર બે યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, ભરૂચનાં નેત્રંગ તાલુકાનાં ચાસવાડ ગામનાં મંગલવાડી ફળિયામાં રહેતા આકાશભાઈ મહેશભાઈ ચૌધરી (રહે.23) શુક્રવારનાં રોજ પોતાના કબ્જાબી બાઈક GJ/16/DA/1288 પર માસીનાં છોકરો ક્રિષ્નાભાઈ ને બાઈકની પાછળ બેસાડી માસીનો નાનો છોકરો હર્ષ જે શિશોર ગામે હાઈસ્કુલમાં અભ્યાસ કરતો હોય તેને લેવા માટે નીકળ્યા હતા.



તે સમયે વ્યારા તાલુકાનાં ખોડતળાવ ગામથી શિશોર ગામ તરફ જતાં રોડ ઉપર એક બાઈક નંબર GJ/26/E/4573નો ચાલક પોતાના કબ્જાની બાઈક પુર ઝડપે અને ગફલત ભરી રીતે હનાકારી લાવી આકાશભાઈની બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતમાં બાઈક ચાલક આકશભાઈ જમણા પગે ઘુંટણ નીચે, કપાળનાં ભાગે અને શરીરે નાની મોટી ઈજા પહોંચી હતી, જયારે બાઈક પાછળ બેસેલ  ક્રિષ્નાભાઈ જમણા પગના ઘુંટણમાં તથા માથામાં આગળ અને પાછળનાં ભાગે તથા છાતીના ભાગે ઈજા પહોંચી હતી. બનાવ અંગે આકાશ ચૌધરી નાએ કાકરાપાર પોલીસ મથકે અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News