Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Vyara : ખેતરમાં ટ્રેકટર વડે રસ્તોના પુરાણ કરવા બાબતે બે ખેડૂતો વચ્ચે ઝઘડો

  • April 29, 2022 


મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારાના બેડકુવાદુર ગામે ખેતરમાં ટ્રેકટર વડે રસ્તોના પુરાણ કરવા બાબતે બે ખેડૂતો વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં એક ખેડૂતે બીજા ખેડૂતને પાવડા વડે માથામાં હુમલો કરતા ઇજા પહોંચાડી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

વ્યારા તાલુકાના બેડકુવાદુર વણઝારી ફળીયાનાં વિજય દતુ ચૌધરીના ખેતરમાંથી પસાર થતા કાચા રોડ ઉપર તારીખ 26 મીના રોજ સવારે અરસામાં કેવજીભાઈ ચૌધરી અને તુલસી ચૌધરી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે ઝગડો થયો હતો.

કેવજી ચૌધરીએ વિજયને શરુઆતમાં તમો ખેતરમાંથી રસ્તો બનાવો છો તે કોને પુછીને બનાવો છો ?? તેમ કહેતા બંને વચ્ચે મારામારી થઈ હતી. આ સમય દરમિયાન વિજય ચૌધરી પોતાનાં ખેતરમા રસ્તાનુ પુરાણ ટ્રેકટર વડે કરી રહ્યો હતો તે સમયે આ ઇસમોએ અચાનક આવી તેઓની સાથે બોલાચાલી, ઝપાઝપી કરી હતી. તે દરમિયાન કેવજી ચૌધરી પાસે પાવડો હતો. તે ઝપાઝપી દરમિયાન વિજય ચૌધરીને માથના ભાગે મારી દેતાં તેને ગંભીર ઇજા થઈ હતી. બનાવ અંગે કાકરાપાર પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application