Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Vyara : કાર અડફેટે આવતાં રાહદારીનું મોત, ચાલક સામે ગુનો નોંધ્યો

  • March 31, 2023 

વ્યારા તાલુકાનાં નવી ઘાટના રહીશ ગિરીશભાઈ કાંતાભાઈ ગામીત (ઉ.વ.54) ગત તારીખ 27/3/23નાં રોજ સાંજના આશરે સાતેક વાગ્યાનાં અરસામાં રોડ ઉપરથી ચાલતા ચાલતા પોતાના ઘરે આવતા હતા. તે દરમિયાન ડોલારા બામણામાળ નજીક રોડ ઉપર નવી ઘાટ નિશાળ ફળિયામાં કાર નંબર GJ/26/AB/6317નાં  ચાલકે પગપાળા જતાં ગિરીશભાઈ ગામીતને અડફેટમાં લેતા રોડ ઉપર પડી ગયા હતા.




જોકે આ અકસ્માતમાં ગિરીશભાઈને જમણા પગમાં, મોઢામાં દાઢીનાં ભાગે, છાતી તથા શરીરનાં જુદા-જુદા ભાગોમાં ગંભીર ઈજા થતાં રાત્રિનાં સમયે 108 દ્વારા ઇજાગ્રસ્તને વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગિરીશભાઈનું મોત નીપજ્યું હતું. અકસ્માત કરનાર નરેન્દ્ર હસમુખભાઈ ચૌધરી (રહે.નવીઘાટ) સામે વ્યારા પોલીસ મથકે હિતેશ ઈશ્વરભાઈ ગામીતે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application