વ્યારાના માયપુર પાસે નેશનલ હાઇવે માર્ગ ઉપર રોડ ક્રોસ કરી રહેલા મહારાષ્ટ્ર ડેપોની બસના કંડકટરનું અજાણ્યા વાહન અડફેટે મોત નિપજ્યું હતું.
બસનો જોઈન્ટ બ્રેકેટ તૂટી ગયેલ હોવાથી બસ રીપેર થઇ શકે તેમ ન હતી.
મળતી માહિતી અનુસાર બસ નંબર એમએચ/૪૦/એન/૯૫૮૮ની મહારાષ્ટ્રના બુલડાણા ડેપોથી ઉપડી મુસાફરો લઇ સુરતના રૂટ ઉપર હતી. આ બસના ડ્રાઈવર તરીકે શ્યામ સુખદેવભાઈ કરાડે અને કંડકટર તરીકે પ્રમોદ દાદારાવ માળોદે બંને રહે,બુલડાણા (મહારાષ્ટ્ર) નાઓ તા.૧૩મી મે મંગળવાર નારોજ મુસાફરો સાથેની બસ લઇ વ્યારાના માયપુર ગામની સીમમાંથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન રાત્રીના અરસામાં બસ એકાએક બગડી જતા તમામ મુસાફરોને મહારાષ્ટ્ર ડેપોની અન્ય બસમાં બેસાડી દેવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ બગડેલી બસને રીપેરીંગ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. પરંતુ બસનો જોઈન્ટ બ્રેકેટ તૂટી ગયેલ હોવાથી બસ રીપેર થઇ શકે તેમ ન હતી.
બસના કંડકટર પ્રમોદભાઈ માળોદેને અડફેટેમાં લઇ ટક્કર મારી નાશી ગયો હતો.
જોકે તે સમયે ગેરેજની તપાસમાં હાઈવે ક્રોસ કરી બંને જણા સામેની સાઈટ તરફ જવા માટે નીકળ્યા હતા તે વખતે બસ ડ્રાઈવર શ્યામ કરાડે હાઈવે ક્રોસ કરી નીકળી ગયા હતા. જોકે કોઈ લાલ કલરની કારના ચાલકે પોતાના ક્બ્જાનું વાહન પુરપાટ ઝડપે હંકારી લઈ આવી બસના કંડકટર પ્રમોદભાઈ માળોદેને અડફેટેમાં લઇ ટક્કર મારી નાશી ગયો હતો. અકસ્માત થતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને કોઈએ ઈમરજન્સી સેવા ૧૦૮ને જાણ કરી મદદ માટે બોલાવી લીધી હતી,જોકે વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે ટુકી સારવાર દરમિયાન પ્રમોદભાઈ દાદારાવ માળોદેનું મોત નિપજ્યું હતું.
બનાવ અંગેતા.૧૪મી મે નારોજ બસનો ડ્રાઈવર શ્યામ સુખદેવભાઈ કરાડેની ફરિયાદના આધારે વ્યારા પોલીસે બનાવ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500