Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Vyara : પતિ પત્નીએ એક સાથે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

  • March 13, 2023 

વ્યારાના ઝાંખરી ગામે રહેતા શિષભાઈ શંકરભાઈ ગામીત ખેતી અને પશુપાલનનું કામકાજ કરે છે ઘરમાં તેમની પત્ની અમિતાબેન અને એક નાની પુત્રી તેમજ તેમના પિતા શંકરભાઈ સાથે રહે છે. છેલ્લા કેટલા સમયથી આશિષભાઈ અને અમિતાબેન વચ્ચે નાના-મોટા ઝઘડા થયા કરતા હતા જેને લઇ તા.૧૨/૦૩/૨૦૨૩ નારોજ  સવારે ઘરના માળાના આડિયા ના લાકડા સાથે એક જ દોરડા વડે બંને વ્યક્તિએ ઘરે ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પોલીસને જાણ થતા ઘટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરી હતી.



મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઝાંખરી ગામના ડુંગરી ફળિયામાં રહેતા આશિષભાઈ અને તેમની પત્નીએ રવિવારે ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂકાવી દીધું હતું. તે દરમિયાન તેમના પિતા શંકરભાઈ ખેતરમાં ગયા હતા અને તેમની નાની પુત્રી ફળિયામાં રમવા ગઈ હતી. જે પરત ઘરમાં ફર્યા હતા ત્યારે તેમણે માતા-પિતાની લટકતી લાશ ને જોતા રડવા લાગી હતી, દીકરીનો અવાજ સાંભળી આજુબાજુ ના પડોશીઓ ઘરે આવી જોતા સમગ્ર હકીકત બહાર આવી હતી. જે બાદ ખેતરે ગયેલા શંકરભાઈ ને ઘરે બોલાવ્યા હતા અને શંકરભાઈ ભીલીયાભાઈ ગામીત દ્વારા વ્યારા પોલીસને જાણ કરવામાં આવતા વ્યારા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application