વ્યારા નગરમાં ગત થોડા સમય પહેલા હાઇવે પર સમર્થ હોસ્પિટલ સામે ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતની ઘટનામાં ગંભીર ઈજા પામેલ મોપેડ સવાર યુવતીનું નવી સિવિલ હોસ્પીટલ સુરત ખાતે લાંબી સારવાર દરમિયાન મોત નીપજ્યુ હોય,અકસ્માત કરી ભાગી જનાર અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે વધુમાં તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વ્યારા નગરમાં પસાર થતા માર્ગ ઉપર સમર્થ હોસ્પિટલ સામે તા.19/04/2023નાં રોજ સેજલબેન ગામીત રહે.ગામઠાણ ફળિયુ, તા.વ્યારા પોતાની માસીની દીકરી શિલ્પાબેન સાથે મોપેડ નંબર જીજે/26 એસી/0318 પર નાની ચિખલીથી મુસા ગામે સદભાવના હોસ્પિટલ ખાતે જતી હતી, ત્યારે બપોરે 1 વાગ્યાનાં અરસામાં સમર્થ હોસ્પિટલ સામે વ્યારા ખાતે આવતા ટ્રક નંબર યુપી/21/સીટી/3095 અડફેટે આવી જતા પીતરાઇ બહેન શીલ્પાબેન જેસંગભાઇ ગામીતને કમરથી પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
ઈજાગ્રસ્ત યુવતી શીલ્પા ગામીતને એમ્બ્યુલન્સ 108માં વ્યારા રેફરલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલત ગંભીર હોય તેઓને સુરત સિવિલ રીફર કરવામાં આવી હતી. ત્યાં લાંબી સારવાર બાદ તેનું મોત નિપજ્યુ હોય વ્યારા પોલીસે આ મામલે તારીખ 04/05/2023નાં રોજ અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુમાં તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500