સોનગઢના રાણીઆંબા ગામમાંથી કારમાં લઇ જવાતો દારૂની 288 બોટલો સાથે કાર ચાલકને ઝડપી પાડી ત્રણ જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે તા.20મી નવેમ્બર નારોજ સવારના આશરે 7:30 કલાકના અરસામાં સોનગઢ તાલુકાના રાણીઆંબા ગામના આમલી ફળીયામાંથી એક કાર નંબર જીજે/26/એ/3372 ને ઝડપી પાડી કારમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ દેશી સુગંધી સંતરાની કુલ બોટલ નંગ 288 જેની કિંમત રૂપિયા 14,400/- ના જથ્થા સાથે કાર ચાલક પ્રવીણભાઈ દિવાનજીભાઈ ગામીત રહે, ઘાટાગામ,વેલજીપુરા ફળિયું તા.વ્યારા નાની અટક કરી તેની પાસેથી એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 5,000/- તેમજ કારની કિંમત રૂપિયા 70,000/- મળી કુલ રૂપિયા 89,400/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
વ્યારાના ડુંગરગામમાં રહેતા રાકેશભાઈ રમણભાઈ ચૌધરી અને હરીશભાઈ ચૌધરી રહે, ઘોડબાર તા.માંગરોળ જી.સુરત નાઓએ દારૂ મંગાવ્યો હતો.
પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા નવાપુર ખાતે આવેલ એમડી વાઈન શોપ પરથી કોઈ અજાણ્યા ઇસમે દારૂ ભરી આપ્યો હતો અને વ્યારાના ડુંગરગામમાં રહેતા રાકેશભાઈ રમણભાઈ ચૌધરી અને હરીશભાઈ ચૌધરી રહે, ઘોડબાર તા.માંગરોળ જી.સુરત નાઓએ દારૂ મંગાવ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. આ બનાવમાં હેડકોન્સ્ટેબલ સરજીતભાઈની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ મથકે આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી ત્રણ જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500