Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના માલિવાડ માંથી ખેરના લાકડાનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપાયો

  • January 05, 2021 

વ્યારાના માલિવાડ વિસ્તાર માંથી ખેરના લાકડાનો જથ્થો વ્યારા વન વિભાગે કબ્જે કરીને લાકડાની તસ્કરી માં સંડોવાયેલ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે,

 

 

મળતી માહિતી અનુસાર વ્યારાના મધ્યમ આવેલા માલિવાડ વિસ્તારમાં એક લાકડા ભરેલો ટેમ્પો ઉભેલ છે, જે અંગેની માહિતી વન વિભાગની ટિમને રાત્રી પેટ્રોલિંગ માં મળી હતી,  બાતમી મુજબની જગ્યા પર છાપો મારતા ઘટના સ્થળેથી ખેરના લાકડાનો મોટો જથ્થો ભરેલો એક ટેમ્પો નંબર જીજે/06/ટીટી/5670 ઝડપાયો હતો,

 

 

જ્યારે બાતમી ના સ્થળે કોઈ હાજર ન હોય વન વિભાગની ટીમે ટેમ્પા ના આરટીઓ રજીસ્ટ્રેશન ના નંબરના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે અ બનાવમાં કુલ 1 લાખ 30 હજાર ની કિંમતનો ખેરના લાકડાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે,

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application