વ્યારાના સીંગીમાં દારૂનો જથ્થો ઉતારી ફરાર થયેલી કારને એલ.સી.બી.એ ખુશાલપુરામાં કબ્જે લીધી છે. પરંતુ બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સમગ્ર બનાવમાં રૂપિયા 73,700/-ના દારૂ સહીત કુલ રૂપિયા 2,26,200/-નો મુદ્દામાલ સાથે વ્યારાના બુટલેગર દિનેશ ગામીતની ધરપકડ કરી બે ઇસમોને વોન્ડેટ જાહેર કર્યા હતા.
વ્યારા તાલુકાના સીંગી ફળિયામાં રહેતો દિનેશ ભાઈ ઉર્ફે દિનેશ રોકડા રસીદભાઈ ગામીત ખુશાલપુરા ગામના રાકેશ ઉર્ફે પકો કાળીયો સુમનભાઈ ગામીત પાસે દારૂનો જથ્થો મંગાવ્યો હતો. ખુશાલપુરાના રાકેશ ઉર્ફે પાકો કાળીયાએ પોતાના માણસ સાથે પોતાની કબ્જાની ટોયટા કંપનીની કોરોલા ફોર વ્હીલ કાર નં.જીજે/02/આર/7675માં નાવાપુથી પ્રોહી જથ્થો લાવી સીંગીમાં દિનેશ ગામીતને ત્યાં અલગ-અલગ બ્રાન્ડના 144 બોટલો જેની કીંમત રૂપિયા 13,200/-નો ઉતારી પોતાની કાર લઈને ફરાર થઈ ગયો હતો. તાપી જીલ્લાના એલ.સી.બી.એ દિનેશ ગામીતને પ્રોહી જથ્થો સાથે ઝડપી પાડ્યા બાદ કારનો પીછો કરતા બુટલેગર રાકેશ ઉર્ફે પાકો કાળીયા એ ખુશાલપુરા ગામમાં વાવણી ફળિયામાં આવેલા તેના ઘર પાસે કાર મૂકી ફરાર થઈ ગયા હતા. એલ.સી.બી.એ કારમાંથી નાની-મોટી દારૂની 888 બોટલ રૂપિયા 60,600/-નો દારૂ કબ્જે લીધો હતો.
આ સમગ્ર ઘટનામાં એલ.સી.બી.એ કુલ 1032 બોટલો પકડી પાડી રૂપિયા 73,700/નો દારૂ, કાર રૂપિયા 1,50,000/-, મોબઈલ નંગ-1 રૂપિયા 2500/- એમ કુલ મળી રૂપિયા 2,26,200/નો મુદ્દામાલ સાથે દિનેશ ગામીત(રહે.સીંગી)ની ધરપકડ કરી હતી. જ્યારે રાકેશ ઉર્ફે પાકો કાળીયા સુમનભાઈ ગામીત(રહે.ખુશાલપુરા) તથા રાકેશ ઉર્ફે પાકા કાળીયાનો માણસ જેનું નામઠામની ખબર નથી જે બંનેને વોન્ડેટ જાહેર કરી આરોપીઓ સામે વ્યારા પોલીસ મથકે એમ.એસ.આઈ. નારણભાઈ રામજીભાઈ એ ફરિયાદ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500