મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં સિંગી ખાતે રહેતા નીતુલભાઈ અજીતભાઈ ગામીત નાંઓના ઘરમાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમે પ્રવેશ કર્યો હતો તેમજ પ્રવેશ કરી મંદિર વાળા રૂમમાં મુકેલ સોકેસમાંથી સોનાની ચેઈન પેન્ડલ સાથેની 1 નંગ અને સોનાની બુટ્ટી 1 નંગ જોડી મળી કુલ રૂપિયા 31,500/-ની ચોરી કર્યાની ફરિયાદ નીતુલભાઈ ગામીત નાંએ વ્યારા પોલીસ મથકે નોંધાવી હતી જે ફરિયાદના આધારે વ્યારા પોલીસ સ્ટાફના માણસોએ તપાસ હાથ ધરી હતી.
જે તપાસમાં નીતુલભાઈના ઘરે અગાઉ દરવાજાનું કામ કરવા આવેલ કારીગરો ઉપર શંકા જતા જે શંકાનાં આધારે કારીગરોની પૂછપરચ કરતા આજરોજ આરોપી મેહુલભાઈ સુમનભાઈ ચૌધરી (રહે.ખુશાલપુરા ગામ, ભગત ફળિયું, તા.વ્યારા)નાએ ચોરી કર્યાની કબુલાત કરી હતી તેમજ પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો જેમાં સોનાની ચેઈન પેન્ડલ સાથેની 1 નંગ આશરે અઢી તોલાની જેની કિંમત રૂપિયા 22,500/- અને સોનાની બુટ્ટી જોડી નંગ 1 આશરે એક તોલાની જેની કિંમત રૂપિયા 9,000/- મળી કુલ રૂપિયા 31,500/-નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. બનાવ અંગે પોલીસે ઝડપી પાડેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500