વ્યારા માર્કેટ યાર્ડમાં ભીંડાનાં પોષણક્ષમ ભાવ આપાતા ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષ છે. આ મામલે વ્યારાનાં માર્કેટ યાર્ડમાં વેપારીઓની દુકાનમાં તોડફોડ કર્યા પછી ગુરુવારે ફરી વેપારીઓએ ભીંડાનો ઓછો ભાવ પાડતા ખેડૂતોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી હોબાળો મચાવ્યો હતો. ખેડૂતો બપોર પછી ભીંડાનાં કેરેટ, ગુણો લઈને માર્કેટ પાર્ડથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ ભીંડાનાં ભાવ અપાવવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
પરંતુ ખેડૂતોના ટોળાને આવતા જોઈ વહીવટી તંત્ર અને પોલીસે જિલ્લા કલેક્ટર કચેરીનાં તમામ ગેટો બંધ કરી દઈ ખેડૂતોને અંદર પ્રવેશવા નહી દેતા મામલો તંગ બન્યો હતો. રોષે ભરાયેલા ખેડૂતોએ ભીંડા કલેક્ટર કચેરીનાં ગેટની અંદર ગયા હતા. આ દરમિયાન ખેડૂતોએ જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય સાથે ચર્ચા કરવાની ઈચ્છા દર્શાવી હતી. પરંતુ કલેક્ટર કે ધારાસભ્ય ખેડૂતોને મળવા નહીં આપતા ખેડૂતોએ કલેક્ટર હાથ હાથ અને ધારાસભ્ય મોહન કોંકણીનાં હાય હાયના નારા લગાવ્યા હતા.
ખેડૂતો ભીંડાના પોષણક્ષમ ભાવ મળે તે માટે વહીવટીતંત્ર સમક્ષ રજૂઆત કરવા અડગ રહેતા નિવાસી કલેક્ટર, મામલતદાર વિગેરેએ કલેક્ટર કચેરીનાં ગેટ પાસે આવી ખેડૂતોની રજૂઆત સાંભળી હતી. પરંતુ મળવા આવેલા અધિકારીઓ ખેડૂતોને યોગ્ય હૈયાધરપત આપવામાં નિષ્ફળ જતા ખેડૂતોએ હુરીયો ભોલાવવાનું ચાલુ રાખ્યુ હતુ. ખેડુતો વહીવટી તંત્ર તરફથી ભીંડાનાં સારા ભાવો મળે તે માટે કોઈ વ્યારા માર્કેટમાં ભાવ નહીં મળવા અંગે ક્મીટમેન્ટની ઇચ્છા રાખતા હતા. બીજી તરફ વહીવટી તંત્ર તરફથી ખેડૂતોને યોગ્ય પતિભાવ મળતો ન હોય ખેડૂતો મોડી સાંજ સુધી કલેક્ટર કચેરી બહાર રજુઆત કરવા આવેલા ખેડૂતોને કલેક્ટર રસ્તા પર બેસી રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500