વ્યારા ખાતે આદિવાસી એકતા અને વિકાસ આંદોલન તાપીના નેજા હેઠળ ઉકાઈ પ્રદેશ સહકારી ખાણ ઉદ્યોગ મંડળી વ્યારા સુગરમાં ખેડૂતોના શેરડીનું પેમેન્ટ મજૂરોનું પેમેન્ટ ટ્રક માલિકોનું પેમેન્ટ લેવા તેમજ વ્યારા સુગર બચાવ માટે શનિવારે તાપી જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.
આદિવાસી એકતા અને વિકાસ આંદોલન તાપી દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તાપી જિલ્લાના આદિવાસી ખેડૂતો દ્વારા ખેતી કરી જીવન નિર્વાહ ચલાવે છે. સાથે શેરડીના પાકનું ઉત્પાદન કરી ખેડૂતો સુધીના પાકોને વેચાણ માટે દક્ષિણ ગુજરાતની સુગર વિવિધ ફેક્ટરીઓ નિર્ભર થવું પડતા જેના કારણે વ્યારા નગર ખાતે આવેલી વ્યારા સુગરને ચાલુ કરવા માટે જુદા જુદા આદિવાસી સંગઠન દ્વારા રજૂઆતો કરાય છતાં આદિવાસી ખેડૂતોના અવાજ તરફ ધ્યાન આપવામાં નહીં આવતા જેને લઈને આદિવાસી ખેડૂતોએ આત્માનિર્ભર પર થવાનો નિર્ણય કર્યો હતો.
આજ થી ત્રણ વર્ષ પહેલા ખેડૂતોએ પોતાના પ્રતિનિધીઓ મૂકી વ્યારા સુગર સ્વૈચ્છિક રીતે શેરડી આપવાની શરૂઆત કરી હતી. તેના ભાગરૂપે ચાલુ વર્ષે વ્યારા સુગરમાં થોડી સધ્ધરતા આવી હતી. જેના પરિણામ સ્વરૂપ ચાલુ વર્ષે અંદાજિત ૧૧ હજાર ટન જેટલી શેરડીનો પીલાણ પણ કર્યો હતો. અને ૨૦ ટન જેટલો શેરડીનો જથ્થો અન્ય માટે મોકલી આપ્યો હતો. જેનું પેમેન્ટ ત્રણ મહિનાથી અટવાતું હોય તેને ઉકેલ લાવવા રજૂઆત કરાઇ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500