તાજેતરમાં હાઇકોર્ટના આકરા વલણ બાદ વ્યારા નગરપાલિકાએ વ્યારા નગરનાં વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરો પકડી ડબ્બે પુરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં ગત શનિવારથી ચાલુ કરેલ કામગીરીના પગલે પાલિકાના કર્મચારીઓએ 50 રખડતા ઢોર પાંજરામાં પૂરી દીધા હતા અને આ ઢોરોને ઈન્દુ ખાતે આવેલ પાંજરાપોળોમાં મૂકી દેવામાં આવ્યા હતા. જોકે આ કામગીરી નગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એક સપ્તાહથી કરવામાં આવી રહી છે. જયારે ગત બે રાત્રિ દરમિયાન પાલિકાની ટીમે વધુ 16 જેટલા રખડતા ઢોરોને વ્યારા નગરના મુખ્ય બજાર શાકભાજી માર્કેટ અને જુના બસ સ્ટેશન વિસ્તારમાંથી પકડી લઈ આ ઢોરોને પાંજરાપોળ મૂકવાની કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી હતી. જયારે વ્યારા નગરપાલિકાની આ કામગીરી સતત ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application