વ્યારાના ચાંપાવાડી ગામે પંઢાર ફળિયામાં ઉછીના લીધેલા પૈસા પરત માંગતા ત્રણ શખ્સોએ ઉછીનાં પૈસા આપનાર શખ્સ પર હુમલો કરી રોકડ રકમ રૂપિયા 5 હજાર સાથે મોબાઇલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે પંઢાર ફળિયામાં તા.01/05/2023 નાં રોજ માંડવીનાં ધોબડી ગામે રહેતો હનીફ હશન આલીશર તેમજ બાદલ હશન આલીશર બાઇક પર આદમભાઇ નવાબભાઇ ખાન રહે.ચાંપાવાડી ના તબેલા પર લાકડી લઈ આવી પહોંચ્યા હતા.હનીફ આલીશરનાએ આદમને ગાળો બોલી લાકડીથી હુમલો કર્યો હતો તે બાદ એકે સમય હનીફ આલીશરે આદમનાં શર્ટના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૫ હજારની લૂંટ કરી તેનો મોબાઇલ ફોન ઊંચકી લઇ અન્ય એક આરોપી સલીમ અલીમહમદ છછર આ ત્રણેય આરોપીઓએ આદમને બિજી વખત પૈસા માંગીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી એક વર્ષ પહેલા મૂળ રાજસ્થાનના બામનોર ગામના હાલ માંડવીના ધોબણીનાકા પાસે રહેતા મેહમુદ મીરમામદ આલીશરને ધંધા માટે પૈસાની જરૂર હોય તેઓએ આ આદમભાઇ પાસે ઉછીના પૈસા માંગ્યા હતા. તે સમય તેઓએ રૂપિયા એક લાખ પચાસ હજાર મેહમુદને આપ્યા હતા.પણ બે મહિના પછી પૈસા પરત માંગતાં તેઓ પરત કરવાને બદલે ધમકીઓ આપવા લાગ્યા હતા. તારીખ 29/04/2023નાં રોજ રાત્રીનાં અરસામાં બામનોરનાં હનીફ હશન આલીશરનો ફોન આવ્યો હતો. મેહમુદને આપેલ પૈસા ભુલી જવા અંગેની ધમકી પણ આપી હતી. જે અંગે પોલીસે આ ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી વધુમાં તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application