પનીયારી ગામે આવેલ કોલેજ પાસેથી એકટીવા મોપેડ ગાડીની ચોરી થઇ હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.વ્યારામાં કાનપુરા ગામના ખટાર ફળીયામાં રહેતો સંતોષકુમાર અશોકભાઇ ગામીતએ એકટીવા ચોરાઈ હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે કરી હતી જે મુજબ તા. ૨૧મી ડીસેમ્બર ૨૦૨૧ નારોજ પનિયારી ગામે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રથમ નીઆગળ આવેલ બાજુમાં ફુટપાથ પાસેથી હોન્ડા કંપનીની સફેદ કલરની એકટીવા 5G મો.સા. જેનો રજી.નં.GJ-05-SF-7535, જેનો ચેચીસ નં.ME4JF50ADJU069697 તથા એન્જીન નં.JF50EU7069016 નો છે, જેની આશરે કિ.રૂ.૨૫,૦૦૦/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ નાશી છુટ્યો હતો.
બનાવ અંગે વ્યારા પોલીસે ફરિયાદના આધારે તા.૩૧મી ડીસેમ્બર ૨૦૨૧ નારોજ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application