Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા : કોંગ્રેસનાં 28 ઉમેદવારોમાંથી 24 ઉમેદવારોને ભાજપનાં મહામંત્રીએ અસામાજિક તત્વો ગણાવ્યા

  • February 20, 2021 

વ્યારા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈ નગર નો માહોલ ગરમાયો છે. ભાજપનાં જિલ્લા મહામંત્રી વિક્રમ તરસાડિયા દ્વારા કોંગ્રેસનાં ઉમેદવારો સામે બેફામ વાણીવિલાસ કરતા નગર પાલિકા ના કોંગ્રેસનાં ૨૮ ઉમેદવારોમાંથી ૨૪ ઉમેદવારોને ભાજપનાં મહામંત્રીએ અસામાજિક તત્વો ગણાવ્યા છે.

 

 

 

 

ભાજપનાં મહામંત્રીનો બે દિવસ પહેલા પ્રચાર દરમિયાનનો વીડિયો સોશિયલ મિડિયામાં ખુબ વાઈરલ થઇ રહ્યો છે. ભાજપનાં મહામંત્રી સામે કાર્યવાહીની માંગ સાથે વ્યારા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એસ.પી સહિત વ્યારા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.

 

 

 

 

વ્યારા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એસ.પી સહિત વ્યારા પ્રાંત અધિકારીને કરવામાં આવેલ રજૂઆત મુજબ તા.17/02/2021ના રોજ વ્યારા નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે તાપી જીલ્લા ભાજપના મહામંત્રી વિક્રમભાઇ તરસાડીયા દ્વારા કોંગ્રેસ પક્ષના મહિલા ઉમેદવારો સહિત 24 ઉમેદવારો સામે અપમાન જનક ટીપ્પણી કરવામાં આવી હતી. જેનો વીડીયો સોશીયલ મીડીયા પર વાયરલ થયેલ હતો.

 

 

 

 

આ વીડીયોમાં જણાવ્યા મુજબ કોંગ્રેસ પક્ષના 28 માંથી 24 ઉમેદવારો અસામાજીક તત્વો છે અને બીજો એલફેલ વાણીવિલાસ કરવામા આવ્યો છે, જેથી આ બાબતે તમામ મહિલા ઉમેદવારોને વિક્રમભાઇ એ રીતે અપમાનજનક અને આપતીજનક ટીપ્પણી કરી છે તે બાબતે યોગ્ય તપાસ કરી ફરીયાદ દાખલ કરવામાં આવે. એક મહિલાને અસામાજીક ગણાવીને વિક્રમભાઈએ સમગ્ર નારી જાતિનું અપમાન કર્યું હતું, જેથી તમામ મહિલાઓ વતી આપશ્રી આ બાબતને ગંભીરતા પુર્વક લઇને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application