Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા : નેશનલ હાઇવે માર્ગ પર ટ્રેકટરને બચાવવા જતા ડમ્પર પલટી મારી ગયું, ડમ્પર ચાલકનું મોત

  • May 04, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારાના કાટગડ ગામની સીમમાં ટ્રેકટરને બચાવવા જતા ડમ્પર પલટી મારી જતા ડમ્પર ચાલકનું કેબીન નીચે દબાઈ જવાથી ગંભીર મોત નીપજ્યું હતું. જ્યારે ક્લીનરને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, વ્યારાના કાટગડ ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-53 ઉપર ગત રાત્રીના આશરે 11.30 કલાકના અરસામાં હાઇવે પરથી પસાર થતો હતો.



તે સમયે ડમ્પર નંબર જીજે/05/બીએક્સ/4375ની આગળ ચાલતું એક ટ્રેકટરની ખબર ન પડતાં ડમ્પરનો ચાલક બ્રિજેશભાઈ મહેન્દ્રભાઈ ગામીત (ઉ.વ.24, રહે.દુમદા ગામ, પટેલ ફળિયું-સોનગઢ) નાની નજર અચાનક આ ટ્રેકટર ઉપર પડતા ટ્રેકટરને બચાવવા સારું ડમ્પરના સ્ટેયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા હાઇવેની બાજુમાં આવેલ અશોકા ઈન્સ્ટ્રીયલના ગેટની કંપાઉન્ડ સાથે ડમ્પર અથડાઈ પલટી માર્યું હતું. આ અકસ્માતમાં ડમ્પરનો ચાલક બ્રિજેશ ગામીત ડમ્પરના કેબીન નીચે દબાઈ ગયો હતો.



જોકે લોકોની મદદથી તેને બહાર કાઢી સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જોકે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જ્યારે ડમ્પરનો ક્લીનર દિનેશભાઈ રેમલાભાઈ હાટીલા હાલ (રહે.નવાઘોડા ચર્ચા પાસે, સોનગઢ) નાને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ અંગે ક્લીનર દિનેશભાઈની ફરિયાદના આધારે કાકરાપાર પોલીસે બનાવ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application