વ્યારા તાલુકાનાં સરૈયા ગામનાં એક ઘરમાંથી દેશી દારૂનો મુદામાલ ઝડપી પાડ્યો હતો. જોકે, આરોપીને વોન્ડેટ જાહેર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફના માણસો સોમવારે સાંજના સમયે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, સરૈયા ગામના નિશાળ ફળીયામાંથી એક ઘરની આજુબાજુમાં તપાસ કરતા ઘરની બાજુમાં આવેલ પજારીના ભાગેથી દેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે, ઘર માલિક ભીમસિંગભાઈ ખાલ્પાભાઈ ગામીત ઘરે હાજર નહિ મળી આવતા તેને વોન્ડેટ જાહેર કરવામાં આવ્યો હતો. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application