Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની સામે જર્જરીત બસ સ્ટેન્ડ બનાવવાની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરાઈ

  • January 23, 2021 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જીલ્લા દ્વારા તારીખ 27/02/2020ના રોજ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કે, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારાની સામે આવેલ બસ સ્ટેન્ડ જર્જરીત હાલતમાં હોય અને તેથી વિદ્યાર્થીઓને ચોમાસાની સીઝનમાં બેસવા માટે ઘણી તકલીફ પડે છે. તેથી નવું બસ સ્ટેન્ડ બનાવી આપવા માટે નગરપાલિકા વ્યારાના ચીફ ઑફિસર સાહેબશ્રી અને નગરપાલિકા પ્રમુખશ્રી પાસે માંગ કરવામાં આવી હતી, પણ હાલ બસ સ્ટેન્ડ તોડી નાખવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓની કૉલેજ પણ શરૂ થઈ ગઈ હોવાથી વિધાર્થીઓને બેસવાની ઘણી તકલીફો પડી રહેલ હોય, તેથી નવા બસ સ્ટેન્ડનું કામ જલ્દી પૂર્ણ કરવામાં આવે તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જીલ્લા દ્વારા આજ રોજ માંગણી કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application