Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કટાસવાણ ગામમાં દેશી દારૂનાં મુદ્દામાલ સાથે એક મહિલા ઝડપાઈ

  • May 18, 2021 

વ્યારાનાં કટાસવાણ ગામમાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે એક મહિલાને ઝડપી પાડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, કાકરાપાર પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં નીકળેલા હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે કટાસવાણ ગામનાં, સીંગલ  ફળિયામાં રહેતી, સરલાબેન સીંગાભાઈ ગામીતએ વગર પાસ પરમિટે પોતાના ઘરની પજારીના ભાગે પ્લાસ્ટીકના કેન સંતાડી મુકેલ દેશી દારૂનાં મુદ્દામાલ સાથે પોલીસ રેડમાં ઝડપાઈ ગયી હતી.

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈની ફરિયાદના આધારે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application